________________
૪૫ લગ્ન વખતે હજાર પંદરસે રૂપીયા આપણે વાત વાતમાં ખચી નાંખીએ છીએ અને શિક્ષણ માટે જ્યારે પૈસા ખર્ચવાને પ્રશ્ન આવે છે ત્યારે આપણે ગરીબ બની કેલરશીપે લેવા નીકળીએ છીએ. જે સમાજ વિદ્યાનું સાચું મૂલ્ય સમજ હેય તેની આવી દશા હેઈ શકે ખરી !
બંધુઓ અને બહેન ! આવી સડેલી ભાવનાઓ ખખેરી નાખી હવે વિશાળ ભાવનાઓ સેવવાનો વખત આવી પહોંચે છે. હવે આપણે એ આદર્શ ગ્રહણ કરવો જોઈએ કે મારા પુત્ર અથવા પુત્રીને હું ધામધૂમથી પરણવી ન શકું તે ફિકર નહિ અથવા પરણાવી જ ન શકું તે પણ ફિકર નહિ પરંતુ મારે તેમને એગ્ય શિક્ષણ આપી સુસંસ્કારી બનાવવા જ જોઈએ, કારણ કે એજ એમના જીવનની સાચી મુડી છે, સાચી સંપત્તિ છે. આપણું સામાજિક ક્ષેત્રમાં બીજી પણ વિચારવા જેવી ઘણી બાબતો છે પરંતુ વિસ્તારના ભયથી તે બધી બાબતે હું ચર્ચત નથી. રાજકીય જીવન
જૈન સમાજના આર્થિક તથા સામાજિક જીવન તરફ આપણે દષ્ટિપાત કરી ગયા. હવે રાજકીય અને ધાર્મિક જીવન તપાસીએ. આજે આપણામાં રાજકીય જીવન રહ્યું છે ખરું? દેશની અગત્યની રાજકીય હીલચાલોમાં આપણુ અવાજને કાંઈ પણ સ્થાન નથી.
અરે! આપણી ઓસરી ગયેલી રાજકીય લાગવગને લીધે મહાવીર , જયંતી જેવો પરમ પવિત્ર દિવસ પણ જાહેર તહેવાર તરીકે પળાતે નથી! ગુજરાત અને હીંદને ઈતિહાસ તપાસનાર જાણી શકશે કે પૂર્વ કાળમાં રાજકીય બાબતોમાં આપણે કેટલે રસ લેતા ? આપણુ. સમાજમાં નામાંકિત રાજાઓ અને સંખ્યાબંધ મુસલી મંત્રીએ થઈ ગયા છે પણ આજે તો જેને પોલીટીકલ કોન્ફરન્સ જેવી
સંસ્થા પણ નથી? સાગત વાડીલાલ મેતીલાલ શાહે એ દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com