________________
૪૬
પ્રયત્ન કરેલા પણ આજે એમાંનું શું છે ? પારસી જેવી નાની કામને પણ જ્યારે પાતાની પોલીટીકલ કોન્ફરન્સ છે ત્યારે આપણી પાસે તેમાંનું કાંઈ નથી એ બહુ વિચારવા જેવી વાત છે. આ વિષયને સવિસ્તર ચવાને અત્યારે સમય નથી પણુ ક્રમાં એટલુંજ જણાવીશ કે જૈન સમાજને જો આગળ વધવું હાય તા તેણે દેશના દરેક પ્રશ્નમાં રસ લેવા જોઈએ અને પેાતાનું સ્થાન જાળવી રાખવું જોઈએ.
ધાર્મિક જીવન
આજે આપણા સમાજમાં ધાર્મિક દૃષ્ટિએ પડેલા કેટલા સંપ્રદાયો, ગચ્છા અને પક્ષ છે ? નાનકડા જૈન સમાજમાં નાના મોટા સે’કડા પક્ષ અસ્તિત્વ ધરાવે છે અને તેમ કરવાનું મુખ્ય માન આપણા સાધુ મહાત્માઓને ઘટે છે. છેલ્લા એક હજાર વર્ષમાં કેટલાક અપવાદિક પ્રસંગેા બાદ કરીએ તા તેમણે મુખ્યત્વે આપણામાં ભેદા પડાવવાનુંજ કાર્યાં કરેલું છે. સાધુ નમ્ર રહે કે વસ્ત્ર પહેરે એ માટે સાધુઓએ વાદવિવાદ કર્યા અને આપણા પક્ષ પાડયા. સાધુ વ્યાખ્યાન વાંચતી વખતે મુહુપતિ બાંધે કે નહિ તેને તેમણે વિત’ડાવાદ ચલાવ્યો અને આપણા પક્ષ પાડયા. સાધુએ અમુક ક્રિયા કરે કે નહિ તે માટે ચર્ચા થઈ અને આપણને પક્ષકાર બનાવ્યા. હું કહું છું કે સાધુઓએ મેક્ષે જવા માટે દીક્ષા ગ્રહણ કરી છે તેા તે પેાતાને અનુકૂળ ક્રિયાથી મેક્ષે જવા માટે પ્રયત્ન કરે, પણ એમાં આપણને શા માટે લડાવે ! આપણે એમાં શા માટે તરફદારી કરીએ ? સાધુ નમ્ર રહે કે વસ્ત્ર પહેરે, મુહપતિ બાંધે કે ન બાંધે તે એમને જોવાનું છે. આપણે શ્રાવકાએ તા એટલુ જ જોઈ એ કે આપણને તે આત્માની એાળખાણ કરાવે છે કે નહિ? જે કાઇ આપણને જિનેશ્વરને સાચા ધમ સમજાવે તે આપણા ગુરુ. પછી તે ગમે તે વેશને ધારણ કરનાર હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com