________________
-છીએ, પણુ મહેરબાની કરીને વિધવા લગ્નની વાત ન ઉચ્ચારે. બંધુઓ અને ભગિનિઓ ? હું આપને પુછું છું કે છેલ્લા ત્રીશ વર્ષથી વિધવા બહેનની દુઃખદ સ્થિતિ દૂર કરવાના પ્રશ્નની ચર્ચા થાય છે છતાં આજે જે સમાજમાં કેટલાક વિધવાશ્રમે સ્થપાયા ? કેટલી ધાર્મિક શિક્ષણ અને હુન્નરઉદ્યોગ શીખવવાની શાળાઓ સ્થાપના થઇ? આજે એક પણ આંગળી ચીંધી શકાય તેવી વિધવાઓ માટેની સંસ્થા આપણા સમાજમાં નજરે પડતી નથી. આ ઘણુંજ દીલગીરી અને શરમ ભરેલું ગણાય. મારે અહીં સ્પષ્ટ જણાવવું જોઈએ કે વિધવા બહેનોને માટે આપણે આપણુથી બનતી મદદ કરવી જોઈએ. ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ. ઘરઉદ્યોગ શીખવવા જોઈએ. અને જે તેમ છતાં સંયમના પવિત્ર પંથે ચાલવામાં તે અસમર્થ નીવડતી હોય, સમાજના ડરના માર્યા તેને ખુંણુ ખાંચરા - શોધવા પડતા હોય, અને પિતાના પાપ છુપાવવા માટે ભ્રમ હત્યા કરવી પડતી હોય તે એ બહેનને લગ્ન કરવાની છૂટ આપવી જોઇએ. તેમાં જરાપણ સંકેચ પામવાનું કારણ નથી. કેળવણુ--
આપણું સમાજમાં ત્રીજે સળગતે પ્રશ્ન કેળવણને છે આપણે હજી સુધી છોકરા છોકરીને પરણાવી લેવા એજ જીવનને મેટે લહાવો ગણુએ છીએ; પરંતુ આપણાં બાળકો સંસ્કારી બનાવી તેમનાં જીવન ઉચ્ચ થાય તે પ્રયાસ કરતા નથી. કેટલાક શીલાપ્રેમી સજજનોએ છાત્રાલયો અને વિદ્યાલય સ્થાપ્યાં છે. પરંતુ ત્યાં પણ એજ અનુભવ થાય છે કે માબાપ લગ્નની પાછળ ઘેલાં બની પિતાના પુત્રને શિક્ષણના વિશેષ લાભથી વંચિત રાખે છે. બાળપણમાંથીજ વહુની વાતો સાંભળનારા અને વહુના વાતાવરણમાં ઉછરનારા પુત્રમાં અન્ય કઈ મહત્વાકાંક્ષા પ્રગટાવી શકીએ? ખરે
ખર આપણેજ શિક્ષાનું સાચું રહસ્ય સમજ્યા જ નથી. પુત્રપુત્રીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com