________________
૪૨
વગેરે લગ્ન સબંધનાં અનિષ્ટ તત્ત્વ દૃષ્ટિગોચર થાય છે. માબાપેાએ યેાગ્ય ઉંમરના પુત્રપુત્રીઓને લગ્ન સંબંધમાં જે ચેાગ્ય છૂટ આપવી જોઇએ તે હજુ અપાતી નથી અને એથી અસંતુષ્ટ લગ્ન જીવનના ઘણા કિસ્સાએ નજરે પડે છે. આ બધી બાબતેાથી સમાજની પવિત્રતા એટલી બધી દુષિત થાય છે, સમાજનું સ્વાસ્થ્ય એટલું બધું હણાય છે કે જ્યારે તેનાં પ્રત્યક્ષ પરિણામેા જણાવા માંડે છે. ત્યારે આપણે ખળભળી ઉઠીએ છીએ. પર`તુ સાચી વાત એ છે કે આપણા સામાજિક જીવનની પવિત્રતા જળવાઈ રહે એ માટે બધી પરિસ્થિતિને વિચાર કરી, આપણેજ એવા રસ્તા કાઢવા જોઇએ કે જેથી બીજાએને આડા રસ્તા લેવા ન પડે કે દલનું સેવન કરવું ન પડે.
વિધવાઓના સળગતા પ્રશ્ન-
આપણા સમાજમાં ખીને સળગતા પ્રશ્ન વિધવાઓનેા છે. તે આજે ધણીજ ગંભીર વિચારણા માગે છે. વિધવાઓને મદદ કરવા ગંગારામ ટ્રસ્ટ સેાસાઇટી નામની એક મહાન સંસ્થા હિંદુસ્થાનમાં ચાલી રહી છે. તેણે બહાર પાડેલી હકીકતા આપ કાઈ એ વાંચી છે? આજે એકલા કલકત્તામાં ૩૫૦૦૦ હિંદુ વિધવાઓ વૈશ્યાવૃત્તિ કરી નિર્વાહ ચલાવે છે. એવી રીતે બનારસ, મથુરા અને બીજા મોટા શહેરામાં વિધવાએ અત્યંત પતિત જીવન ગુજારી રહી છે. આ વસ્તુસ્થિતિ શું બતાવે છે ? ફક્ત આપણા હિંદુસમાજમાં એકરાડ જેટલી વિધવાઓ છે. પચીસ કરેાડની વસ્તીમાં સેા વર્ષથી પચાસ વર્ષની ઉમ્મર સુધીની કેટલી સ્ત્રીએ હાય અને તેમાં આ બે કરોડ જેટલી વિધવાઓની સંખ્યાનું કયું પ્રમાણુ થયું તેને વિચાર કરે. શું સમાજના આવડા મોટા અને ઉપયાગી ભાગ તરફ હવે આંખમીચામણાં કરીએ તે ચાલે તેમ છે? વિધવા લગ્નની વાત ખાજુએ રાખીને હું આપને એકજ સીધા પ્રશ્ન પુછું છું કે આપણી મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com