________________
શીરેજ સેંટશે. જે તેમણે આજના જૈન સમાજને ઉદ્ધાર કરવો હેય તે આજના આર્થિક પ્રશ્નોને બરાબર અભ્યાસ કરવો જોઈએ, આંતર રાષ્ટ્રીય પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ અને ત્યારબાદ આ સ્થિતિમાં જેને એ કેવી રીતે વર્તવું ને પિતાના આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારવી તેનો ઉપદેશ કરવો જોઈએ. આજે આંતરરાષ્ટ્રીય જ્ઞાન ન હોય તે એ વિષય પર સલાહ આપી શકાય તેમ નથી.
કદાચ જે એમ કહેવામાં આવે કે સાધુઓથી અર્થને ઉપદેશ થઈ શકે નહીં તો હું એટલું કહીશ કે જીવનને એ અગત્યને પ્રશ્ન છે અને એના સફળ ઉકેલ ઉપરજ ધાર્મિક જીવનને આધાર છે એટલે ધર્મની દૃષ્ટિએ જ એ પ્રશ્ન હાથમાં લેવા જોઈએ. બાકી શ્રાવકો પાસેથી અર્થને લખલુટ વ્યય કરાવતી વખતે ધર્મબાધ ન આવે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રશ્ન વખતે જ આ પ્રશ્ન આડે આવે એ તો બહુ જ નવાઇની વાત ગણાય.
આપણા સમાજમાં આજે ચેડા શ્રીમંતો છે પરંતુ તેમનાથી આપણને શું લાભ થાય છે? ઉલટું તેઓ મોટરમાં બેસી ફરવા નીકળે છે અને આપણું કપડાં કાદવથી કંટાય છે, તેથી ફરજીઆત કપડાં ધોવરાવવાને આપણું ઉપર ટેકસ ચઢે છે. એટલે આવા થોડા શ્રીમતિથી સમાજને મગરૂર થવા જેવું કંઈજ નથી. આપણે મગરૂર છે ત્યારે જ થઈ શકીએ કે જ્યારે આપણે બધા ભાઈઓને કેઈની પણ નીચ ખુશામત કર્યા સિવાય પેટપૂરતું ખાવાનું મળી રહેતું હોય. જૈન સમાજને માનભર રોટી મળી રહે એવું કરવાની આજે ખાસ જરૂર છે. સમાજની સ્થિતિ,
લગ્ન એ સામાજિક જીવનનો પાયો છે. તેના સુયોગ્ય બંધારણ ઉપર સમાજના સ્વાસ્થને આધાર છે. પરંતુ હજુ આપણામાં કેવળ ખાનદાનીના ખ્યાલથીજ બાળલગ્ન, સાટાં, વૃહલમ, કજોડાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com