________________
બેનેને માટે આપણે શું કર્યું છે અને શું કરીએ છીએ? શું તેમનામાં આપણુ જેવો આત્મા નથી ? શું તેમનામાં આપણા જેવી લાગણીઓ નથી? આપણે પચાસ વર્ષના બુઠ્ઠા થઇને પણ એથી કે પાંચમી વાર પરણવાના કેડ સેવીએ છીએ. ઘરમાં કુમળી કળી જેવી પુત્રવધુ વિધવા હોય છતાં આપણે આપણા રંગરાગ છેડી શકતા નથી. અને તેમને ફરજ પાડીએ કે તમારે કંઈપણ બોલ્યા સિવાય અમે કહીએ તે પ્રમાણે જીવન ગુજારવું.
આપણું આ વર્તન શું બતાવે છે? આપણે માણસ નહિ પણ પશુ બન્યા છીએ, અહિંસાધમને દાવો કરવા છતાં ઘેર હિંસક બન્યા છીએ! આહ ! આ પાપનું ભયંકર પ્રાયશ્ચિત આપણે જરૂર ભોગવવું પડશે. આપણું સમાજમાં સ્ત્રી વિધવા થાય ત્યારે તેને માસીક છવાઈ શું મળે છે ? ચાર ચાર અને પાંચ રૂપીયાની માસીક રકમ પર જીવન કેમ ગુજારાતું હશે તેને ખ્યાલ શું જ્ઞાતિના પટેલીઆએને આવતો હશે ખરો?
આજીવિકાના અભાવે સબડતી અને દુરાચાર કરવાથી ડરતી જે કોઈ વિધવા બહેન પુનર્લગ્ન કરે તે જ્ઞાતિ તેને તરત દંડ દેવા તૈયાર થાય છે. પરંતુ તેમની સાર સંભાળ–સમાજ કાં નથી રાખતી ? વિધવાઓને માસિક રકમ શું મળે છે અને તેઓ કેવું જીવન ગુજારે છે તેને ચોપડા રાખવા માટે કઈ પણ જ્ઞાતિએ પ્રયત્ન કર્યો છે ખરે? આજે આપણી જ્ઞાતિઓને, પુનર્લગ્ન કરે તેને દંડ કરવાની અક્કલ છે પરંતુ વિધવાઓની સ્થિતિ સુધરે તે માટે યોગ્ય પ્રબંધ કરવાની કાળજી નથી. વિધવા બહેનની સ્થિતિ સુધારવા અને લગ્નની છૂટ આપવાના પ્રશ્નોની જ્યારે જ્યારે ચર્ચા થાય છે ત્યારે ત્યારે આપણે રૂઢીચુસ્ત વર્ગ કહે છે કે વિધવાઓની સ્થિતિ સુધારવા માટે વિધવાશ્રમ કાઢે, તેમને ધાર્મિક શિક્ષણ આપવા માટે
ગ્ય શિક્ષણ સંસ્થા કાઢે. એ કાર્યમાં અમે મદદ આપવા તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com