________________
જૈન સમાજને આજે શેની જરૂર છે?
વ્યાખ્યાતા–શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પૂજ્ય મુનિ મહારાજ ! આત્મબંધુઓ અને આત્મભગિનીઓ!
પ્રભુ મહાવીરના અવિભકત જૈન સમાજ પછી લગભગ સત્તર વર્ષે હવે એ સમય આવ્યો છે કે જ્યારે આપણે ત્રણે ફિરકાના જેને સાથે મળીને પર્યુષણ પર્વની આરાધના કરી શકીએ છીએ.
પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ ગણાય છે. એમાં જે જે કર્તએનું અનુષ્ઠાન છે તેમાં જીવનની આલેચના મુખ્ય છે. આ આલેચના ત્યારે જ યથાર્થ સ્વરૂપમાં થઈ શકે જ્યારે જીવનના ભિન્નભિન્ન પ્રશ્રો ઉંડાણથી વિચારવામાં આવે. એટલે પર્યુષણ પર્વમાં આવા વિષયે ચર્ચાતી વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે તે સર્વથા ઉચિત છે એમ હું માનું છું પરંતુ આપણુ ઘણુ મુનિરાજે હજી એમ માને છે કે શ્રાવકોએ આ પર્વના દિવસોમાં ઉપાશ્રયમાં જ આવવું જોઈએ, કલ્પસત્ર જ સાંભળવું જોઈએ અને તે પણ સાધુઓના મુખેથી. જેઓ આ પ્રમાણે નથી કરતા તેઓ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત વીતરાગ શાસનની પૂરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકાને ભંગ કરે છે, શાસનની નૌકાને કાણું પાડે છે, શાસનને કેહ કરે છે. માટે જેઓ જાહેર હેલમાં થતાં વ્યાખ્યાને સાંભળવા જતા હોય તેમને તેમ કરતા અટકાવવા જોઈએ, જરૂર લાગતાં પીકેટીંગ પણ કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com