________________
૩૮
ટૂંકમાં આ વસ્તુને સમેટી લેતાં એટલું જણાવવું જોઇએ કે અહીં ઊભા રહીને વ્યાખ્યાન કરવામાં ઉપર જણાવ્યા મુજબ અવિછિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાધિત વીતરાગ શાસનને કાંઈ પણ દ્રોહ નથી; પરંતુ જીવનની સાચી આલેાચના રૂપ હાઈ સાચી જૈન દૃષ્ટિનું જ અનુકરણ છે. એથી આપ સમક્ષ આજના વિષય શરૂ કરીશ.
..
“ જૈન સમાજને આજે શેની જરૂર છે? એ આજના ભાષણના વિષય છે. ખીજી રીતે કહીએ તેા જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ કેવી છે અને તેમાંથી આગળ વધવાના ઉપાયે કેવા છે? એ આજના વિષય છે. જો આજની પરિસ્થિતિ બધી રીતે સંતાષકારક હાય તા તા આપણે કાંઈ કરવાપણું રહેતું નથી. કારણ ૐ નિરાગીને ઔષધ અપાતું નથી. પરંતુ જો આપણી સ્થિતિ ખરેખર એક ગંભીર હાલત ભાગવતા દર્દીની હાય, દરેક જાતના ઉપચારની જરૂર હાય તા આપણે વહેલામાં વહેલી તકે તેના ઉપાયે યેાજવા જોઈએ. પરંતુ જેમ દરેક વિષયમાં જૈન સમાજમાં ખે મતે જોવાય છે તેમ આમાં પણ ખે મત જોવામાં આવે છે. કેટલાક સાધુ તથા આચાર્યો અને આગળ પડતા ગૃહસ્થા એમ જણાવે છે કે ‘ આપણી સ્થિતિ પહેલાં કરતાં ઘણી સુધરી છે. કારણ કે પહેલાં આટલા ઉત્સવેા ન હતા, આટલી પૂજાએ ન હતી, આટલી શિયલે દોડતી કે આટલી ખેાર્ડંગા તથા પાઠશાળા પણ કાં હતી ? વળી આજે નામાં મીલમાલેકા છે, ધને માટે પૈસા ખનારા પણ ધણા જોવાય છે. આ તા જમાનાવાદીઓને ખુમા પાડવાની ટેવ પડી ગઈ છે કે આપણી સ્થિતિ સારી નથી, ખરાબ થઈ ગઈ છે એમ કહી લેાકોને ભડકાવવા અને પછી પેાતાના મનગમતા સુધારા આગળ કરવા. વાસ્તવિક સ્થિતિ એવી છે કે તેથી ઉલટી જ છે તે આપણે તપાસીએ.
સ્પે
હું આજની આપણી પરિસ્થિતિને ચાર ભાગમાં વહેંચી નાખીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com