________________
* ૩ : સંપ્રદાય કે ધર્મ
વ્યાખ્યાતા–શ્રી રામનારાયણ પાઠક આજે મારે જે કંઈ કહેવાનું છે તે ટૂંકામાં કહેવું હોય તે એક બે વાક્યમાં કહી શકાય તેવું છે–પણ તેને બરાબર સ્કુટ કરવા માટે હું પ્રથમ ચેડાં દૃષ્ટાન્ત આપવા માગું છું. તેમાં પહેલું દષ્ટાન્ત હું ચપાટની રમતનું આપવા માગું છું. ધારો કે કોઈ માણસને
પાટના સારા ખેલાડી થવું છે. તે તે તેમ થવા માટે જુદા જુદા રંગના હીરા માણેકનાં સગઠાં બનાવે, મખમલની મોતી ભરેલ ચોપાટ બનાવે, હીરા જડેલ પાસા બનાવે તેથી તે હોશિયાર રમનારે થઈ શકશે? તેવીજ રીતે તે સવારમાં હમેશાં વહેલો ઊઠી ચોપાટની પ્રાર્થના કરે, કે તેના મંત્રનો જાપ કરે છે તેથી સારે ખેલાડી થઈ શકશે ? નહિ જ. પાટના સારા ખેલાડી થવા માટે તે તેણે વારંવાર જુદા જુદા ભેરુઓ સાથે રમવું જોઈશે અને તેમ કરતાં કરતાં તેનામાં બુદ્ધિ હશે તેટલું તે શીખી શકશે. બીજું દષ્ટાન્ત હું વેપારનું આપું છું. ધારો કે એક માણસને સારા વેપારી થવું છે. તે તે વેપારી થવા માટે ભારે કિંમતના કાગળે લઈ સેનારૂપાની લેખણે કરાવે કે હીરાજડિત ખડિયો કરાવે તેથી વેપારી બની શકવાને નથી. તેમજ કંઈ મંત્રોને જાપ કરાવવાથી કે હમેશાં લક્ષ્મીદેવીનાં દર્શન કરવાથી તે સારા વેપારી થવાને નથી. પણ તે વેપાર કરવાથી, ક્ષણે ક્ષણે ભાવ તાલની ખબર રાખવાથી, દરેક બાબતમાં પિતાનું હિત જાળવવાથી દૂર ભવિષ્યમાં શું બનવાનું છે તે વિશે સંભાળ રાખવાથી વેપારી થઈ શકશે. અમુક રકમ એક સાથે મળી જવાથી કે એક જ પ્રકારે એક કામ કર્યા કરવાથી કપ વેપારમાં નફો મળતો નથી કે સારા વેપારી થવાતું નથી તેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com