________________
જીવન અને ધર્મ પ્રવચનકારઃ લઘુતા. શ્રી સૌભાગ્યચંદજી મહારાજ મહનીય મહારાજશ્રી; માયાળુ માતાઓ અને મહાનુભા!
આજે પર્યુષણ પર્વને મધ્યમ દિવસ છે. આદિ અને અંતિમ એ બન્નેની વચ્ચે મધ્યમનું સ્થાન છે. વળી છેડાની વચ્ચેનું મધ્યબિંદુ હોય તેને સમ પણ કહી શકાય. | માટે આજે આપણે સમસપાટી પર ઉભા રહી આપણી અંતિમ બાજુ એટલે જીવનનું લક્ષ્યબિંદુ અને પ્રથમ એટલે જીવનને ઉત્પત્તિ હેતુ તે બન્નેની વિચારણા કરીએ એ વધુ યોગ્ય છે.
અને તેથી જ આજને વિષય “જીવન અને ધર્મ” પસંદ કરવામાં આવ્યું છે.
સમાજવાદ અને સામ્યવાદના સંઘર્ષણથી ધર્મતવ પણ આજે વિવિધ વિચારણા માગે છે. એટલે સાથે સાથે ધર્મની વ્યાખ્યું કહેવી પણ અહીં અસ્થાને નહિજ ગણાય. સૌથી પહેલાં તે આપણે તે બન્નેની વાસ્તવિકતા જોઈ લઈ એ!!! જીવન એટલે શું ?
જીવન શબ્દના ઘણું અર્થે હોઈ શકે પરંતુ સંક્ષિપ્ત અર્થ એ છે કે જે વિવાહ ચલતે રીવ” ચૈતન્યપૂર્વક શરીરમાં જે કઈ વ્યવહાર થાય છે. તેનું જ નામ જીવન. અને ધર્મ એટલેસત્ત વગરઃ ઇઃ પદાર્થોને સ્વભાવ તેજ તેને ધર્મ.
આવી રીતે જીવન અને ધર્મની વ્યાખ્યા યથાર્થ સમજી લીધા પછી તે બન્નેના સંબંધને સ્પષ્ટ ખ્યાલ આવી જ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com