________________
ધર્મનું આ મા૫ છેલ્લા છેલ્લા યુગમાં ક્રિયાકાંડની મહત્વતાને અંગે થવા પામ્યું છે. અને તેથી જ આજે આવા વિકૃત ધર્મને એઠે અનેક પ્રકારના દેષ સેવાવા છતાં પણ ધર્મતત્વ અખંડ રહેતું હેય તેવો પ્રજામાં પ્રાયઃ ભ્રમ ફેલાઈ રહ્યો છે.
ધર્મ કોને કહેવાય? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું છે:–અહિંસા, સંયમ અને તપ એજ ધર્મ છે.
ધર્મ એટલે સંપ્રદાય નહિ, ધર્મ એટલે વાડા નહિ, ધર્મ એટલે પંથ નહિ. ધર્મ એટલે વાસ્તવિક સત્ય. જે તત્વારા જીવન ઉજવલ, ઉન્નત અને ઉદાર બને તે તત્વનું નામજ ધમ.
આ ધર્મ એજ સનાતન ધર્મ છે. સનાતનનો નાશ કરવા કોઈ શક્તિમાન થઈ શકે નહિ. તે સત્ય ત્રિકાલાબાધિત છે. તેને કોઈ ફેરવી પણ ફેરવી શકે નહિ.
આથી રશિયા હો કે ગમે તે દેશ છે. સૌ કોઈને આ તત્ત્વની, આવશ્યક્તા છે જ અને રહેવાની. આવા ધર્મમાં તો તે પણ માને છે અને માનવું જ જોઈએ. ભલે પછી તેને ધર્મ નામથી ન ઓળખે પરંતુ કાર્યથી તે તેજ ધર્મ છે. આ ધર્મ વિશ્વના દરેક ભાગોમાં અને દરેક અંશામાં ઓછા યા વધતા પ્રમાણમાં વ્યાપક છે. અને રહેવાને જ. આજની ધાર્મિક પરંપરાની સાથે સાચા ધર્મની તુલના
ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ કે સાર. પછીના ૫ણ જે જે વિશિષ્ટ પુરુષો કે મહાત્મા અને ભારત કે ભારત બહારના પ્રદેશોમાં થયા તે સૌકાઈએ ધર્મને વિવિધરૂપ બતાવ્યો છે. પરંતુ ખાસ કરીને તે બધામાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આ ચાર વસ્તુઓ તો મુખ્ય હતીજ અને તેને મુખ્યરૂપ આપી બીજી ક્રિયાઓ તેમના દહત માટે જ સર્જવામાં આવી હતી. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com