________________
૩ર અપૂર્ણ જ છે ત્યાં પર્યામિ શા માટે માનવી? આમ માની વિદ્યા, બળ, ધન, ઐશ્વર્ય જે કાંઈ મળ્યું હોય તેને પરોપકારાર્થે સદવ્યય કરતા જવું, આમ કરવાથી અભિમાનની વૃત્તિ પિતાનો બેટો પ્રભાવ નાખી શકશે નહિ અને તેનું જોર નરમ પડતું જશે. આવી ભાવનાથી જગતના જીવ માત્ર પ્રત્યે સમભાવ અને પ્રેમભાવ સહજ સ્ફરવા માંડશે. દિવ્ય જીવન.
આ રીતે આ ચારે ગુણે ભિન્નભિન્ન રીતે ભિન્નભિન્ન સ્થિતિમાં મનુષ્યોને પિતાના કર્તવ્ય પંથમાં સ્થિર કરી આગળ અને આગળ ધપાવે છે. અને મનુષ્યતાને વધુ વધુ શુદ્ધ કરે છે. તે દિવ્ય જીવન કિંવા સજન જીવન ગણાય. આધ્યાત્મિક જીવન.
ભજન, સ્મરણ, ચિંતન, વિચાર કે ધ્યાન જે કંઈ ક્રિયાઓ થતી હોય તેની સાથે આ ગુણે ખીલતા રહેવા જોઈએ. આનું જ નામ આધ્યાત્મિક જીવન.
૧ મનુષ્ય જીવન–આખા વિશ્વમાં રહેલા મનુષ્યો આપણું જાતના જ બધા માને છે. મન, ઇકિય, શરીર અને એવાં બધાં સાધને સૌને મળ્યાં છે. સૌ કોઈ એકજ માર્ગે જવાને ઉત્સુક છે તો પરસ્પરની સેવા બજાવવી અને ઉપયોગી થઈ પડવું તે મનુષ્યને ધર્મ ગણાય.
૨ પોતે સાધન સંપન્ન હોય છતાં સંયમ રાખી બીજા સાધનહીન દલિત અને ગરીબોને સહાય કરી તેમને સાધન સંપન્ન બનાવે તે મનુષ્યને સામાન્ય ધર્મ ગણાય.
૩ પશુ જીવન-ધર્મ, સંપ્રદાય, મન, વાદ કે વિચારોના ભેદો એ તાત્વિક ભેદો નથી, જાતિપતિની જુદાઈ અને ગોત્રના વિભાગો એ કંઈ સાચા વિભાગો નથી તેમ છતાં તે વિભાગને મેખરે રાખી કલેશ, ઝઘડા કે બંધ કરવાં, કેટે જવું વગેરે વગેરે મનુષ્યતાને ન છાજે તેવા કર્મો કરવાં તે પશુ જીવન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com