________________
૩૦. તેઓને નિર્ભય કરી પછી પૂછયું કે વત્સ! તમે શા માટે તેમ કરતા હતા?
છોકરાઓએ કહ્યું–મહારાજ ! આ બાગના આંબાની મધુર કરીઓ લટકી રહી હતી તેને પાડવા માટે અમે આ પ્રયત્ન કર્યો હતું. આ સાંભળતાં જ મહારાજને ખ્યાલ આવ્યો કે એક આંબા જેવું વૃક્ષ મારવા છતાં કેપે નહિ કે પિતાની મધુરતા ગુમાવે નહિ બલકે મધુર ફળ આપે-તે હું તો મનુષ્યમાં પણ નૃપાલ જેવી જવાબદારીવાળો મનુષ્ય છું. તે મારે તે આ સ્થળે આંબા કરતાં અધિક પ્રસન્નતા રાખી ફળવું જોઈએ.
લાગેલેજ હુકમ થયો અને એકેક મૂઠી સેનામહોરોની હાથમાં લઈ રાજદરબારમાંથી છૂટી બાળકે હરખાતા હરખાતા ઘેર ગયા.
યોગ્યતા વિના આવા પ્રસંગે આટલું પ્રસન્નચિત્ત રહેવું સહેલું નથી. છતાં અભ્યાસથી આ ગુણ પણ અવશ્ય સંપાદન કરી શકાય છે. પ્રસન્ન મનુષ્ય સંકટમાં કે વિપદમાં પિતાની પ્રસન્નતા રાખી શકે છે. એટલું જ નહિ બલકે બીજા અનેક દર્દી અને દુઃખીજનેમાં પ્રસન્નતા રેડી પણ શકે છે. પ્રકૃતિ સરલતા-સહજ સરલતા.
રખર જેવી નમ્રવૃત્તિને સરલતા કહેવાય છે. મન, વચન અને કાયા ત્રણેના યોગથી જે સમાનવતી હોય તે સરલ કહેવાય. આવી સરલવૃત્તિવાળો મનુષ્ય પોતાના કર્તવ્યથી કોઈને ઠગતું નથી. તેમ કુટુંબ, સમાજ કે દેશ પૈકી કોઇનું ખરાબ ઈચ્છતો પણ નથી અને કરતા પણ નથી. આ ગુણના આવિર્ભાવની સાથે જ મનુષ્ય આત્મવિકાસના માર્ગમાં વધતું જાય છે.
પણ જ્યાં સુધી મનના ભાવ વ છતાં વાચામાં મૃદુતા એમ બન્નેમાં પરસ્પર ભિન્નતા હોય ત્યાંસુધી આ ગુણની ખીલવટ થઈ શકે નહિ. આવી વક સ્થિતિને તે દંભ કે પાખંડ જ કહેવાય...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com