________________
૨૫
એક ગંભીર પ્રશ્ન
ત્યારે અહીં એક મહત્વનો પ્રશ્ન ઉઠે છે કે જીવન અને ધર્મને આટ આટલો સંબંધ હોવા છતાં આજે રશિયાની પ્રજામાં તે ‘ઉલટું જ છે. તે આખો દેશ ધર્મને જ વિષ માની તેનાથી દૂર રહેવા માગે છે.
આજે રશિયાની પ્રજાએ રશિયામાં ધર્મદેવને ભાંગી નાખ્યાં છે. તેના અવશેષ પણ રહેવા દીધાં નથી. ધર્મગુરુઓને ભસ્મીભૂત કર્યા છે. ધર્મનું નામ બેલનાર પર કાતિલ પ્રહારે થાય છે. આવી રીતે ધર્મનું નામનિશાન રહેવા દીધું નથી. છતાં તે પ્રજા દુનિયાના બધા પ્રદેશે કરતાં વધુ સુખી ભરી જીંદગી જીવી રહી છે. અને ધર્મભૂમિ ભારતને મનુષ્ય ધર્મના નામ પર આજસુધી મુગ્ધ બનતો આવ્યો છે. છતાં આજે તેજ ભારતની દશા સાવ કંગાળ અને પામર છે. તેનું જીવન આજે મૃતપ્રાયઃ થયું છે. આવી રીતે ધર્મથી મૃત્યુ અને ધર્મવિના જીવિત એ બને વિરૂદ્ધ તત્તે આજે બન્ને દેશપરથી પ્રત્યક્ષ જોઇએ છીએ તે પ્રત્યક્ષ પ્રમાણ સત્ય કે મનુ મહારાજનું આગમ પ્રમાણ સત્ય ? - સમાધાન
આ વસ્તુમાં કહ્યું આશ્ચર્ય પામવા જેવું છેજ નહી. જે કંઇ બન્યું છે કે બની રહ્યું છે તે વાસ્તવિક રીતે જ બની રહ્યું છે. ભારતમાં છેલ્લા છેલ્લાં ઘણે વખત થયાં ધર્મની વિકૃતિ થઈ છે. ધર્મની વિકૃતિ એટલે વાસ્તવિક ધમને બદલે ક્રિયાકાંડમાંજ ધર્મ મનાય છે. અને તેને લીધે ઘણું દુઃખદ સ્થિતિ આવી પડી છે.
આજે માત્ર દેવળમાં જવું, માળા જપવી, ભજન ગાવાં વગેરે વગેરે સાધનાથી આપણે આપણી જાતને ધર્મિષ્ઠ મનાવીએ છીએ, અને તેવી ક્રિયાઓ જે ન કરતા હોય તેને અધમ, નાસ્તિક કે મિથ્યાત્વી ગણીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com