________________
તેવી રીતે ધર્મમાં પણ અમુક કરી લે, એકવાર અમુક યજ્ઞ કે અમુક અઠ્ઠાઈ કે અમુક ક્રિયાઓ કરી લે એટલે ધર્મ થઈ ગયે; કે હમેશાં દર્શન કરવા જાઓ કે હીરામાણેકની મૂર્તિઓ કરાવો એ કશામાં ધર્મ નથી. વ્યવહારમાં ધર્મબુદ્ધિથી વિચારવામાં ખરે ધર્મ છે. વ્યવહારનું સ્વરૂપ સદા બદલાતું રહે છે અને તે પ્રમાણે ધર્મનું બાળાસ્વરૂપ પણ બદલાતું રહેવાનું. એક જમાને એવો હશે કે જ્યારે ધર્મને માટે મોટા ઉત્સવો વગેરે કરવાની આચાર્યોને જરૂર જણાઈ હશે; પણ હવે એ બધે બહારને આડંબર છે.
આપણામાં સૌથી ખરાબ એ છે કે આપણે વ્યવહારને અને ધર્મને ભિન માનીએ છીએ. એમ કદી હેઈન શકે માટે ધમ વ્યવહારથી ભિન્ન હોય તે વ્યવહારમાં ધર્મ આપણું રક્ષણ શી રીતે કરે ? વ્યવહાર અને ધર્મ એ ભિન્ન નથી. આ વાત આપણું શાસ્ત્રોએ બહુ સરસ રીતે સ્વીકારી છે. બધાં હિંદુ ધર્મશાસ્ત્ર કહે છે કે મેક્ષનો અધિકાર દેવને કે પશુઓને નથી. માત્ર માણસને છે. એ શા માટે? કારણ કે માત્ર માણસને વ્યવહાર છે. પશુને વ્યવહાર નથી. તેને માત્ર કર્મફળ ભોગવવાનું જ છે. દેવોને પણ વ્યવહાર નથી, તેમની તો માત્ર બેગ યોનિ છે. માત્ર માણસજ એવો છે જેને વ્યવહાર છે. વ્યવહારમાં જ માણસ જેમ ઊંચે ચઢી શકે છે તેમ નીચે ઊતરી શકે છે. દેવને અને પશુને ઊંચે ચઢવાનું કે નીચે પડવાનું નથી. એટલે ધર્મથી વ્યવહારને ભિન્ન માન, બે વચ્ચે સંબંધ કલ્પ અને આચરો એના જેવી બીજી નાસ્તિતા નથી.
કદાચ કોઈને શંકા થાય, કે આજ સુધી જેનધર્મ કે વૈષ્ણવ ધર્મ કે બૌદ્ધ ધર્મનાં સત્યે સંપ્રદાયોથી સચવાઈ રહ્યાં છે, તેનું પછી શું થશે? એ ભય ખેટે છે. એક બીજો દાખલો આપું. આજ સુધી આપણી નાતોથી અમુક રિવાજો કે સંસ્કારે સચવાઈ રહ્યા છે, પણ હવે નાતોની વચ્ચે રોટી બેટી વ્યવહાર શરૂ થયા છે તેથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com