________________
દર ક્ષણે સાવધાની અને બુદ્ધિની જરૂર છે. ત્રીજે દાખલે સ્ત્રી પુરષના પ્રેમનો લઈએ. અત્યારે આ વિષય ઉપર ઘણી ચર્ચા ચાલે છે. તેમાં એક વાત જે તરફ બધાનું ખાસ ધ્યાન દોરવામાં આવે છે તે એ છે કે પ્રેમ એ કંઈ એકવાર પૈસાની માફક મેળવી લેવાતી વસ્તુ નથી. અમુકને પરણવાથી કે એવા કોઈ કાર્યથી પ્રેમ સિદ્ધ થઈ જતો નથી. પ્રેમ એ તો દરેક ક્ષણે સિદ્ધ કરવાની વસ્તુ છે, સ્ત્રીએ પુરુષનું અને પુરુષ સ્ત્રીનું દર ક્ષણે મન સંપાદન કરવું જોઈએ ત્યારે પ્રેમ સંબંધ થાય છે. અને નભે છે. તેને માટે કેઈ નિયમે, કે પૂજાઓ કે નિયત કરેલી વિધિઓ હેતી નથી. તે પછી આપણે સ્વતંત્રતાને દાખલો લઈએ. આપણને બધાને સ્વરાજ જોઈએ છીએ. આપણે જાણવું જોઈએ કે સ્વતંત્રતા કાંઈ સરકાર આપણને અમુક રાજ્યબંધારણુ એકવાર આપી દે તેટલાથી મળી જવાની નથી. અમુક બંધારણ પ્રમાણે રહે એટલે પછી સ્વતંત્રતા ચાલ્યા જ કરે એ કોઈ નિયમ નથી. એને માટે આખા દેશનું એક સરખું સ્વતંત્રતા પિછાનનારું અને તેને માટે તત્પર એવું માનસ જોઈએ. સ્વતંત્રતા એ પણ પ્રેમની પેઠે દર ક્ષણે સિદ્ધ કરવાની વસ્તુ છે. હાલના સ્વતંત્ર દેશે પણ જુઓ કે તેમને દર ક્ષણે કેટલી સંભાળ રાખવી પડે છે. બીજા દેશમાં શું શું બને છે, અમુક દેશ આમ કરે છે તે કયા ઉદેશથી કરે છે, એમ કરવાથી આપણું દેશને શી અસર થશે અને એને માટે આપણે શું કરવું, તેની સતત જાગૃતિ રાખવાથી જ સ્વતંત્રતા મળે છે અને ટકે છે. મેં અનેક અટપટા દાખલા આપ્યા. હવે છેલ્લે એક સૌથી પરિચિત દાખલો આપું. આપણું જીવન જુએ. આપણે દરેકને તંદુરસ્તી, દીર્ઘજીવી, સશક્ત થવું છે પણ તેને માટે મેળ નથી કે આટલું એકવાર કરી લે એટલે પછી હમેશને માટે નિશ્ચિત. આટલું ખાઈ લે, કે અમુક ખાઈ લો, કે હમેશ આટલું કરો, તો હમેશને માટે તંદુરસ્ત રહેશો એવા કોઈ નિયમ નથી. તેને માટે માણસે પોતે હમેશાં સતત જાગૃત રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com