________________
૧૮
આવા આરામ, અન્ન અને પાણુ પામે છે. જયાં સુધી તે જગ્યા ત્યાં સુધી વધતી જતી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, તેને માનવજાત પ્રત્યે અપાર પ્રેમ તેને તે હતું. તેમના મનમાં કોઈ ઉચ્ચ કે નીચ ન હતું. સૌ કઈ પ્રાણીમાં તે પ્રભુને નીહાળી શકતા હતા. કેટલી અનન્ય ભકિત! કેવી અપૂર્વ શ્રદ્ધા !
આવી જ્યારે શ્રદ્ધા હોય ત્યારે જ આત્મવિકાસ થઈ શકે. આજે તે ભજન રોજ કર્યા કરે પરંતુ એકાગ્રતા કે શ્રદ્ધાને પતોય ન હોય. એવી પ્રેમ વિનાની માલા ફેરવે શું દહાડે વળે? ભજન તે કર્યા કરે પરંતુ ઉપાધિને બેજો સાથેને સાથે. પછી ભજનમાં શાંતિ કયાંથી મળે? કઈ તૃષાતુર માણસને ખરા ઉનાળાના તાપમાં થાકી ગયા પછી શીતળ છાંયો મળે અને પછી જેટલી શાંતિ તે અનુભવે, તેટલી શાંતિ ભજન કરતી વખતે ઉદ્દભવે, ત્યારે જાણવું કે હવે ભક્તિને નાદ લાગે. ઈશ્વર ભકિત આગળ સંસારના સઘળા પદાથેની કિંમત નકવી અને તુચ્છ છે.
આ બધી વસ્તુઓ કહ્યા પછી તેના સારરૂપે ફરીથી તમને કહું છું (૧) તમારું મન તમારા ધ્યેય પર લગાડો અને (૨) તમારી પ્રત્યેક ક્રિયામાં સત્ય અને નીતિને પરોવી દો. બસ, પછી તમે ગમે તે મંડળમાં છે, ગમે તે સંપ્રદાયને માનતા હે, ગમે તે આશ્રમમાં છે, પણ તેમાંજ તમારું કલ્યાણ છે. તમારા જીવન સુધારો આજ એક માર્ગ છે અને તે તમારે પિતાનેજ કરવાનું છે. બીજાં બધાં સાધને તમને માર્ગદર્શક થશે, પણ ચાલવાનું તમારેજ છે. જે આજથીજ તમારી જાડથતા અને મમત્વને તિલાંજલિ આપી ઉપરના ઉપાયો અજમાવશે તે આજે વિષમ જણાતે માર્ગ તમને સાવ સરળ થઈ જશે અને તમે તમારી ઉન્નતિ સહજ રીતે સાધી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com