________________
૧૭ હેય છે. અત્યંત સરળ અને વાસના રહિત ચિત્ત હોય તેવા પુરુ
જ અણીને વખતે- કટીના સમયે સાચી શ્રદ્ધા રાખી શકે છે. શહા જેવું અપૂર્વ અને દિવ્ય આત્મોન્નતિનું બીજું કોઈ સાધન નથી. પરંતુ ત્યાં આગળ બુદ્ધિને નમ્ર થવું પડે છે. બુદ્ધિની ચાલાકી આવી કે સેંકડો તર્ક વિતર્કો થવાના. ત્યાં આગળ શ્રદ્ધા–વિશ્વાસ ટકી શકે જ નહિ. સાચી શ્રદ્ધા છવનમાં શું શું કાર્ય કરે છે તેનું એક નાનકડું દૃષ્ટાંત ટૂંકમાં સંભળાવું.
ઝાલાવાડમાં સાયલા કરીને એક ગામ છે તે “ભગતનું ગામ એ નામે ઓળખાય છે. તે ભગતનું નામ લાલભગત. લગભગ સે વરસ પહેલાં જ મહા ભગત થઈ ગયા.
લાલા ભગત નાની ઉંમરના હતા ત્યારે એક દિવસ તેના પિતા તેને દુકાન પર બેસાડી કંઈક કામે બહાર ગયેલા. કામળાની તેને દુકાન હતી. તેવામાં કેટલાક ગરીબ માણસોને ટાઢે કરતાં તેણે જોયા. લાલા ભગત પૂર્વના સંસ્કારી હતા. આ ભિક્ષુકાને જોતાં જ તેના હદયમાં દયા આવી. તેણે એ બધાને બોલાવીને સૌને એકેક કામો આપી દીધું.
- થોડી વાર થઈ અને તેના બાપ દુકાન પર આવ્યા. બીજા વેપારીઓએ તેની પાસે આવીને કહ્યું કે તમારા લાલાએ આજે વેપાર બહુ સારે કર્યો છે. જરા કામળા તે તપાસે ! તેના બાપને આ વાતથી બહુ માઠું લાગ્યું અને લાલા પર ગુસ્સે થયા, પરંતુ ત્યારે તેણે કામળા તપાસી જોયા તે તેટલાને તેટલા જ નીકળ્યા, એક પણ ઘટયો નહીં. ત્યારે લાલાને માન પૂર્વક બોલાવીને મનાવ્યા અને પેલા વેપારીઓને ઠપકો આપ્યો.
આ ઉપરથી લાલા ભગતને બહુજ આશ્ચર્ય થયું અને તેણે જાયું કે આ બધું કામ મારા ઠાકરનું જ છે. ઠાકરમાં તેને શ્રદ્ધા તો હતી જ પણ આથી ઉત્તરોત્તર તેની શ્રદ્ધા વધવા લાગી અને પિતાનું સર્વસ્વ ખરચી એક એવું સ્થાન બનાવ્યું કે જ્યાં આજ સુધી અનેક યાત્રાળુઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com