________________
સંવત્સરી વર્ષાઋતુમાં શા માટે?
સંવત્સરીને વર્ષાઋતુમાં ઊજવવામાં ખાસ કરીને બે કારણો છે. (૧) પૂર્વકાળમાં આખા ભારતવર્ષને આ નિવૃત્તિ સમય મનાતે. બીજી ઋતુઓ કરતાં આવા સમયે ખાસ કરીને વિશેષ નિવૃત્તિ અને શાંતિ હોય છે. (૨) અષાડ સુદ ૧૫ થી કાર્તિક સુદ ૧૫ ના નિવૃત્તિકાળમાં આ મધ્યમ દિવસ છે. જેનશાસ્ત્રમાં અષાડ સુદ ૧૫ પછી ૪૯ કે ૫૦ મે દિવસે પર્યુષણપર્વ ઊજવવું એવું વિધાન છે, અને ત્યારપછીના ૭૦ દિવસે ચાતુર્માસના બાકી રહે છે. સામાન્ય રીતે પ્રચલિત માન્યતા એ છે કે પર્યુષણના આઠ દિવસે માનવા. પરંતુ વાસ્તવિક રીતે તે પૂર્વના સાત દિવસે માત્ર પૂર્વ તૈયારીના જ
છે અને એક જ સંવત્સરીને દિવસ પર્યુષણમાં આવી શકે. પિતાના સર્વ અનુયાયીઓની આત્મશુદ્ધિ માટે આવો ચેકસ વખત શા માટે રાખે ? જેમ કેઈ દુશ્મનને હરાવવા કેઈપણ રાજાએ પિતાના સમગ્ર સૈન્યથી એકી સાથે એકજ વખતે શત્રુઓનો સામને કરવો જોઈએ અને તેજ તે વિજય મેળવી શકે. તેવી જ રીતે આપણે સર્વ સ્થાનના સર્વ બંધુઓએ પણ આપણું આંતરિક શત્રુએને સંહારવા માટે સંવત્સરીના દિવસે એકજ વખતે એકી સાથે આંતરિક બળ –આંદોલનને સંગઠ્ઠિત કરી એવા જોરથી ફેલાવવાં જોઈએ કે જેથી શાંતિ, એક્ય, મૈત્રી જેવા સુંદર પરિણામ પામી શકાય.
પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે પૃથક પૃથક સંપ્રદાય અને તેના પેટા સંપ્રદાય આવા ઉત્તમ પર્વને એકજ મહાવીરના શાસન નીચે હોવા છતાં જુદે જુદે દિવસે ઊજવે છે તેથી જ પર્વનું મહત્ત્વ ભૂલાયું છે. આ સ્થળે એકબીજાના મમત્વ, કદાગ્રહ અને એવા બીજા દોષોને લઈને જ આમ થવા પામે છે. અને તેથી એ પવિત્ર આદેશને એકત્ર જોરથી ન ફેલાતાં તેને ઉદ્દેશ સુંદર રીતે પાર પડી શકતો નથી અને આપણે ત્યાંના સાંજ રહી જઈએ છીએ. સેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com