________________
બંગાળથી સિધ સુધી ચોમેર ભારતવર્ષમાં જેનેની દિગંત ધર્મધ્વજ ફરકી રહી હતી. લાખ અને કરોડોની સંખ્યામાં જૈનધર્મના અનુયાયીઓ વિદ્યમાન હતા. તેજ તેમના સિદ્ધાંતેની વ્યાપકતા અને ઉદારતાની સાક્ષી પૂરે છે. આજે તેથી સાવ ઊલટું વર્તનસ્પષ્ટ દેખાય છે. જેન એટલે અંતરના દુશમનને જીતનાર યોદ્ધો-પ્રબળ વિજેતા. આજે તે એકદમ પામર અને તદ્દન ભીરુ બની ગયો છે. તેની શારીરિક નિર્બળતા એટલી વધી પડી છે કે જગત તો શું પરંતુ પોતાના કુટુંબનું રક્ષણ કરવા જેટલી તેનામાં તાકાત રહેવા પામી નથી.
બીજી બાજુ ઊછળતા યુવાનની ધર્મશ્રદ્ધા શિથિલ થતી જાય છે. આમ થવાનાં બે કારણે છે. (૧) યુરોપનું જડવાદી શિક્ષણ અને (૨) ધર્મમાં શ્રદ્ધા પ્રગટાવવાના સાધનની જેનેમાં ઉણપ. આ બન્ને કારણેને નાબૂદ કરવા માટે પ્રથમ તે શિક્ષણ અને સંયમની તાલીમ લેવી જોઈએ અને બીજું ધનિકેએ લક્ષ્મીને ભોગ આપ જોઇએ અને એ રીતે ભાવિ શાસન સ્થિર કરવું જોઈએ. તેને બદલે તે બધી શક્તિએ પિતાની શુક માન્યતા અને પિતાના સાંકડા સંપ્રદાયને ટકાવી રાખવામાં વેડફાઈ જાય છે.
ભગવાન મહાવીરના સંદેશને સમસ્ત વિશ્વમાં ફેલાવવા માટે કટિબદ્ધ થયેલ જૈન સાધુ આજે વિશ્વ પ્રત્યે અહેનિશ સમભાવ રાખવાના સૂત્રને ફેલાવવાને બદલે વિષમ ભાવને ફેલાવી રહ્યો છે.
અરેરે ! તેનું વર્તન જ આજે કંઈ જુદું દેખાય છે. તેનું જ સુકાન આજે વિભિન્ન દિશા પર દોરવાઈ રહ્યું છે એકંદરે જૈન સમાજના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગેની સ્થિતિ હદયદ્રાવક થઈ પડી છે. પરસ્પરના આંતર વિગ્રહથી પિતાના જ મૂળતત્વને કુઠારાઘાત લાગી રહ્યો છે. છતાં તેને તેને ખ્યાલ જ નથી. આ વસ્તુ તમને એક દષ્ટાંત દ્વારા સમજાવી દઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com