________________
વામાં, મંદિર કે ઉપાશ્રયે દર્શને જવામાં કે સેવા પુજા કરવામાં અને એવી એવી પરંપરાગત માત્ર બાહ્ય ક્રિયાઓમાંજ પર્યુષણનું રહસ્ય સમાપ્ત થઈ જતું હોય તેમ માની લે છે, પરંતુ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે. પચાસ પચાસ વર્ષથી આવી અનેક કઠણ ક્રિયાઓ કરનાર વ્યકિતઓને તમે પૂછે કે શું ફળ પામ્યા? તે સરવાળે જરાપણ સંતોષકારક જવાબ નહિ મળી શકે. આમાંના કેટલાક એમ પણ માનતા હોય છે કે આ ભવની કરણીનું ફળ પરલેકમાં મળશે. આ માન્યતા કેવળ મૂર્ખાઈ ભરેલી અને પોકળ છે. ધાર્મિક ક્રિયાઓનું જે કંઈ પણ ફળ હેય તે તે હૃદયશુદ્ધિ-આત્મશુદ્ધિ પામવી તે છે. અને તે પુરુષાર્થના પ્રમાણમાં આ ભવમાંજ આપણે અનુભવી શકીએ; પરંતુ જે તે ફળ આપણે ન અનુભવતા હોઈએ તો તેનું કારણ આપણું ક્રિયાઓજ પિલી છે. આવી માત્ર બાહ્ય કિયાએથીજ આપણે આપણું ગાડું ગબડાવ્યે જઈએ છીએ પણ આંતરિક દર્દો તે લેશમાત્ર ઘટતાં નથી, મનને મેલ કપાત નથી, હદયમાં રહેલી ઈર્ષાની આગ બુઝાતી નથી તેમ કપટ પ્રપંચ પણ ઓછા થતા નથી.
જે ક્રિયાઓ કરવાથી મનની વિકૃત ભાવનાઓ પલટાય નહિ, દિલના દર્દો દૂર થાય નહિ તે ક્રિયાઓને કશો જ અર્થ નથી. આથીજ યોગીશ્વર આનંદઘનજીએ કહ્યું છે કે –
ચમે નયનથી મારગ દેવતારે ભૂલ્યો સકળ સંસાર જે નયને કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર પથડે નિહાળું રે બીજા જિન તરે.
સારાંશ કે આપણે જેટલું ઉપરથી જોઈએ છીએ તેટલું આંતરિક નિરીક્ષણ કરતા નથી. એટલે જ મારગ ભૂલીએ છીએ આવા પવિત્ર દિવસે માં જે ધાર્મિક ક્રિયાઓ થાય તે ક્રિયાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com