________________
દ્વારા ચિત્તની પ્રસન્નતા અને શાંતિ ઉદ્દભવવી જોઇએ. જેટલી હદયની વિશુદ્ધિ તેટલી જ પર્યુષણ પર્વની સિદ્ધિ, એ મંત્ર ભૂલો ન જોઈએ. અંતઃકરણની શુદ્ધિ શી રીતે થાય ?
તમે જોઈ શકે છે કે મનુષ્ય માત્ર શરીરની સફાઈ માટે દાંત આંખ મોટું અને શરીરના અંગોપાંગ તદ્દન સ્વચ્છ રાખવા કાળજી રાખે છે, શરીરને કપડાં પહેરી શણગારે છે. દેહ માટે ટાપટીપ કર્યા કરે છે. પરંતુ એ સર્વથી પર અને એ બધાને માલિક એવા પિતાના આત્માની મનુષ્ય જરાપણ દરકાર કરતા નથી. મલિન અંતઃકરણમાં શુદ્ધ ચેતન્ય રહી પણ શી રીતે શકે? જેમ એક પાર્થિવ સંપત્તિવાળા નૃપતિની પધરામણી માટે પણ સ્વચ્છતા અને વ્યવસ્થા કેટલી બધી રાખવી પડે છે ? અને તેને પધરાવવા માટે કેવા કેવા અને કેટકેટલા ખર્ચ અને તૈયારી કરવી પડે છે? તો એવું શુદ્ધ ચિતન્ય અથવા પરમાત્મા છે તેની પધરામણું માટે મનેમંદિર કેટલું સ્વચ્છ અને સુંદર બનાવવું જોઈએ ? તે સમજી શકાય તેવી બિના છે. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય ત્યાં સુધી સર્વ જીવોની સાથે મિત્રી ન પ્રગટાવી શકીએ અને મૈત્રી પ્રગટયા વિના ક્ષમાપના ન કરી શકીએ અને ક્ષમાપના રૂ૫ અમીના પાન ન કરીએ ત્યાં સુધી આપણે પર્યુષણ પર્વ ઊજવ્યાં ન ગણાય.
સાચું કર્તવ્ય.
હવે પર્યુષણ પર્વની સાર્થકતા માટે તમને ટૂંકમાં બે ત્રણ વાત કહી દઉં. પહેલાં તો તમારે કેટલાક નિયમો અને કઠણ વ્રત અંગીકાર કરવા પડશે. જો કે તમે ઉપવાસ, આયંબિલ, એકાસણું કે પૌષધ જે કંઈ બની શકે તે કરવાના જ હશે પણ તે ક્રિયાઓ સાથે થોડું ઉમેરવાનું રહી જાય છે તે કહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com