________________
ભલે પ્રબળ હોય પરંતુ જુદા જુદા રૂપે વહેંચાયેલી ટુકડીઓ શરૂ સામે ટક્કર ન ઝીલતાં હારી જાય છે. તેવી જ આપણી આજની મનેદશા છે. આજની જૈન સમાજની સ્થિતિ
આજે જેનસમાજની સ્થિતિને વિચાર કરતાં કંપારી છૂટે છે. આવા બુદ્ધિવાદ અને એજ્યના જમાનામાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે, સ્થાનકવાસી અને મંદિરમાગ વચ્ચે, સ્થાનકવાસી અને તેરાપંથી વચ્ચે એક નજીવા મતભેદને લીધે હંમેશાં કુસંપ અને ઝગડા ચાલુ જ છે. વનસ્પતિ જેવા સૂક્ષ્મજીવોને સંભાળનાર અને બચાવનાર વ્યક્તિ સેંકડ, હજારે બબ્બે લાખ માણસનાં દિલ દુભાવે એ કદી જાતની અહિંસા ? કઈ જાતની માનવતા? કઈ જાતનું શ્રાવકપણું ? એ વિચારતાં પારાવાર ખેદ થયા વિના રહેતું નથી. આવા કદાચમાં આવા કલેશોમાં અને આવા ઝગડાઓમાં સાચું જેનત્વ લુપ્તપ્રાય થઈ ગયું છે, અને થતું જાય છે આવા કુસંપના કારણેજ સરકાર સર્વ કોઈ ધર્મના દિવસની રજા દુનિયાભરમાં પાળે છે પણ જેનના સંવત્સરી જેવાં પર્વને પણ પાળતી નથી. વળી અનેક શિક્ષિત યુવાને ભગવાન મહાવીરના અનુયાયી હોવા છતાં આવી મૃતવત્ સ્થિતિના કારણે જૈનધર્મને તિલાંજલિ આપે છે. પ્રતિવર્ષે અન્ય સમાજમાં જઈ અન્યધર્મના અનુયાયી બને છે. શું આ ખેદની વાત નથી ! ઘણું અનુભવથી સિદ્ધ કર્યું છે કે બીજા ધર્મ પ્રત્યે તેને મોહ કે આકર્ષણ જેવું કશું હોતું નથી, પરંતુ આજના જૈન સમાજની પરિસ્થિતિ, સામાન્ય વર્ગ પ્રત્યેની તેની બેદરકારી એ બધું તેને અસહા થઈ પડે છે. આવા અનેક કારણથી છેલ્લા વર્ષોમાં જેની વસતી ઘણીજ ઘટી જવા પામી છે અને આપણે વેળાસર ચેતીશું નહિ તે હજુ પણ પરિણામ તેથી વધુ દુઃખદ આવ્યા સિવાય રહેવાનું નથી.
એક સમય એ પણ હતું કે પંજાબથી કન્યાકુમારી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com