Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ આવા મહાપુરુષ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ આભારતિ સાધી શકે છે. આ જન્મમાં તેની ક્રિયા બહારથી દેખી શકાતી નથી; છતાં તેમને પૂર્વ પ્રયત્ન ખૂબ પરિપકવ ને ઊંડો હેાય છે. તેઓ અનેક પ્રકારનાં પ્રભામાં રહેવા છતાં સાવધાન રહી શકે છે. તેઓ સમજે છે કે આપણે વહીવટદાર છીએ, માલિક નથી; માટે આત્મવિકાસ અર્થે મળેલાં સાધનેને સદુપયોગ કરો. આવા પુરુ ને વ્રત કે પચખાણ ન હોવા છતાં આત્મવિકાસના પથને પિતાના સહવર્તનથી તે સરલ કરતા હોય છે. આ બધાં ભાગ્ય સાધને માત્ર મારા વિકાસ અજ છે એમ સમજી આસક્તિ તજવી એજ આત્મજતિનું પરમ રહસ્ય છે. પરંતુ આવા દૃષ્ટાંત પરથી જે કે તેનું અનુકરણ કરવા લાગી જાય તે તેનું પરિણામ વિપરીત આવે. મૂળાક્ષર જાણ્યા ન હોય ને જે સાતમા વર્ગમાં જાય તો કશું શીખી શકે નહીં પણ ઊલટો પાછળ જ રહે. સારાંશ કે યેગ્યતા પ્રમાણે સૌ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ. આત્માન્નતિનું સાધન. એક મહાપુરુષ કહે છે કે “વરંભિક્ષાશિત્વ ન ચ પરધન સ્વાદ ન સુખ” ભીખ માગવી સારી પરંતુ હરામની વસ્તુ લેવી એ મહા પાપ છે. અર્થાત કે પ્રમાણિકતા અથવા નીતિ એજ ધમને પાયો છે. જે તે પાયો મજબૂત ન હોય તે ઇમારત રહી જ શી રીતે શકે! એટલે આત્મન્નિતિના ઈચ્છકે તે પહેલાં પિતાની પ્રમાણિકતા પર ડગલે ને પગલે ધ્યાન આપવું જોઈએ. જે મનુષ્ય આટલો નિશ્ચય કરે છે તે ત્યાગ કરવા સમર્થ ન હોય તે પણ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પિતાની ઉન્નતિ કરી શકે છે. આત્માની ઉન્નતિ માટે બહુ જ શાસ્ત્રો ભણવાની કંઈ ખાસ આવશ્યકતા નથી. માત્ર બે વસ્તુ યાદ રાખો. એક તે તમારામાં વિવેક-વિચાર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130