________________
૧૪ દરબારગઢ બળી રહી હોય તેવા પકારો સંભળાય છે, માટે આપ પણ પધારે.”
જનકે કહ્યું; “વ્યાસજી! આપ જે કથામૃત ચખાડી રહ્યાં છે તેને સ્વાદ મને છોડ જરાય ગમતો નથી. આપ ખુશીથી ચલાવો. ઈશ્વરેચ્છાથી સહુ સારું થઈ જશે. જે કંઈ બળી રહ્યું છે તેમાં મારું કહ્યું નથી. જેનું હશે તેને જ તેની ચિંતા છે, અને તેજ તેનું રક્ષણ કરશે. હું શું કરવાનો હતો !”
કેટલી અનાસકિત ! કે અપૂર્વ ત્યાગ ! શું આવી અડગતા - ત્યાગ વિના આવી શકે ?
બહારના પચખાણ ભલે ન હોય, પરંતુ તેનું મન મૂંડાઈ ગયું હતું. આવા સમર્થ આત્માઓ જલદી પિતાની ઉન્નતિ સાધી શકે છે. આટલી શ્રદ્ધા રહેવી એ કંઇ સામાન્ય વાત નથી.
થોડી વાર થઈ ત્યાં તો બધા ઋષિમુનિઓ પાછા આવ્યા અને સભાને હલ ચિકાર ભરાઈ ગયો. વ્યાસજીએ મુનિઓને પૂછયું, “ઋષીશ્વર ! તમારું શું શું બળી ગયું ? ઋષિઓએ ઉત્તર આપ્યો કે કશુંએ બન્યું નથી. એ તે ખેટી ગ૫ ઊડી હતી. ત્યારે વ્યાસજીએ કહ્યું તે પછી તમે બધા ટપટપ ઊઠી કેમ ગયા?” કોઈ કહે મારી લંગોટી, કેઈ કહે મારું તુંબડું ત્યાં પડ્યાં હતાં.
ત્યારે વ્યાસજીથી સાચી વાત કહ્યા સિવાય રહેવાયું નહિ. તેણે કહ્યું “ઋષિમુનિઓ ! તમે ધરબાર-કુટુંબકબીલા એ બધું છોડીને દીક્ષા લીધી. આ બધે ત્યાગ કર્યા પછી પણ હજી તુંબડા અને લંગોટીને મેહ છૂટયે નહિ? વારે તમારે ત્યાગ ! તમારી લંગાટીની તમેને આટલી ચિંતા ! ધન્ય છે જનકને કે જેણે આખું રાજપાટ સળગી જવાનું સાંભળવા છતાં પિતાનું રૂંવાડું ફરકાવ્યું નહિ. હવે કહે ત્યારે ખરે ત્યાગ કોનો? સાંભળવાને માટે ખરા અધિકારી કોણ?” અષિઓને માનવું જ પડયું કે જનકવિદેહીનો ત્યાગ એ સાચે ત્યાગ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com