________________
૧૨
લાખ અને કરોડ ગ્રંથો જેવા કરતાં આટલી જ વસ્તુ સમજી જાવ તે વધુ ઉપયોગી છે. બાકી તો બધા શાસ્ત્રાર્થો અને ચર્ચાઓમાં પડવું એ વિતંડાવાદનેજ પિષવાના સાધન છે. આજે આપણે ધર્મના બાને નજીવી બાબતમાં ઘણું કલેશે કર્યા કરીએ છીએ અને આત્મોન્નતિ કરવાને બદલે આવા ઊલટા વર્તનથી અધોગતિની ઊંડી ખાઈમાં ગબડી રહ્યાં છીએ. સો કાઢી નાખી ભૂમિકા સાફ કર્યા વિના ગમે તેટલા આગળ વધીએ પણ ત્યાંના ત્યાં પડયા રહીએ છીએ -અથવા તે પાછા હઠીએ છીએ. એક ભાઈનો પ્રશ્ન
થોડા વખત પહેલાં એક ભાઇએ પ્રશ્ન કરેલ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રેણિક મહારાજાએ કોઈ પણ જાતના વ્રત-પચખાણ કર્યા સિવાય તીર્થંકર નામકર્મ શી રીતે બાંધ્યું ?
આ પ્રશ્ન આજના વિષય સાથે સંકડાયેલ હોઈ હું તેને વિશેષ ખુલાસો કરીશ.
શ્રેણિક મહારાજાએ વ્રત પચખાણ કે એવા બહારના નિયમો ભલે કર્યા ન હોય; પરંતુ જે કંઈ તેની ભૂમિકામાં કરવાનું હતું તે તે જરૂર કર્યું હતું. તેના હૃદયના વિકારને આંતરિક શત્રુઓને તેણે પ્રભુકૃપાએ પિછાણ્યા હતા અને તે ઉપર તેણે કાબૂ મેળવી સમભાવને કેળવ્યો હતો. આથી તેનું પ્રત્યેક કાર્ય ન્યાયયુકત હતું. રાજ્ય ભેગવવા છતાં રાજ્યને મોહ નેને પજવતે નહિ. પુરાણમાં આવેલું જનકનું ઉદાહરણ શ્રેણિક મહારાજાના જીવનને ઘણે અંશે મળતું હોઈ તેમના જીવનની મહત્તા બતાવનારું એ દશ્ય તમારી સામે મૂકું તે તમને તેને બરાબર ખ્યાલ આવી શકશે.
જનકવિદેહીને આત્મા ઉચ્ચ કેટીને અને પરમ શ્રદ્ધાળુ હતો. એકદા હંમેશના નિયમ મુજબ વ્યાસમુનિ કથા વાંચવા માટે પિતાના -આસન પર બેઠા હતા. ઘણા સમર્થ ઋષિમુનિઓ હંમેશના નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com