________________
૨૨૨ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આ (૬૭૮ મી) જ ગાથાનું રહસ્ય કહે છે—
મહાકષ્ટ ભાગ્યોદયથી ઘણું મેળવેલું પણ શ્રીમંતોનું ધન નાશ પામે છે. તેનાં કારણો આ પ્રમાણે છે- (૧) સુસ્વામીનો વિરહ, જેમકે-ખરાબ (લોભી) રાજાના દેશમાં વસનાર લોકોનું ધન (રાજાના લઈ લેવાથી) નાશ પામે છે. (૨) લિષ્ટ જન મધ્યવાસ, જેમકે- ચોરોની પલ્લિમાં રહેનારા લોકોનું ધન (ચોરોના લઈ લેવાથી) નાશ પામે છે. [૬૭૯] (૩) અલક્ષણગૃહ વાસયોગ, જેમકે દુષ્ટ પશુવાળા કે દુષ્ટપુરુષવાળા ઘરમાં રહેનારા લોકોનું ધન નાશ પામે છે. (૪) દુષ્ટસંગ, જેમકેદુર્જન માણસોનો સંગ કરનારા લોકોની લક્ષ્મી નાશ પામે છે. (દુર્જન માણસો જાતે ધન પડાવી લે, અથવા ધનનાશ થાય તેવા માર્ગે લઈ જાય.) (૫) સ્થિતિનિબંધ વિરુદ્ધ ભક્તોપભોગ = જીવન ટકાવી શકાય તેનાથી વિરુદ્ધ આહારનો ઉપભોગ કરવો, જેમકે-અપથ્ય ભોજન કરનાર લોકોનું ધન નાશ પામે છે. (અપથ્ય ભોજનથી બિમાર પડીને પોતે જ મૃત્યુ પામે છે અથવા રોગના પ્રતીકાર માટે ધનવ્યય કરવો પડે છે.) [૬૮૦] (૬) યોગિત વસ્ત્રાદિ, જેમકે-દેહથી તિરોહિત થયેલ યોગીના મંત્ર આદિથી ભાવિત ઉપકરણનો ઉપયોગ કરનાર લોકોનું ધન નાશ પામે છે. (૭) અજીર્ણભોગ = અજીર્ણ થવા છતાં ખાધાં કરવું, જેમકે- એક દિવસ અજીર્ણ થયું છતાં ભોજન કર્યું, બીજા દિવસે પણ અજીર્ણ થયું અને ભોજન કર્યું. આમ અજીર્ણની પરંપરાથી યુક્ત માણસનું ધન નાશ પામે. (બિમારીથી મૃત્યુ થાય અથવા રોગ પ્રતીકારમાં ધનવ્યય થાય.) (૮) કુવિચાર, જેમકે-રાજાને પ્રતિકૂળ હોય તેવા વિચારો કરનાર મુખર (વાચાળ) માણસનું ધન નાશ પામે. (મુખર હોવાને કા૨ણે રાજાને પ્રતિકૂળ હોય તેવા વિચારો જાહેર કરે, એથી રાજા ગુસ્સે થઈને તેને દેશવટો આપે કે તેનું ધન લઈ લે.) (૯) અશુભાધ્યવસાય, જેમકે- દેહને પ્રતિકૂળ ક્રોધાદિ ભાવોથી ભાવિત માણસનું ધન નાશ પામે છે, (૧૦) અયોગ્યસ્થાન વિહાર, જેમકે- સળગતી આગમાંથી ન નીકળનાર માણસનું ધન નાશ પામે છે. [૬૮૧] (૧૧) વિરુદ્ધકથા, જેમકે- રાજા માટે ખરાબ બોલનાર માણસનું ધન નાશ પામે છે. ઉપર કહ્યું તેમ આ લોકમાં અશુભયોગથી મહાન શ્રીમંતો પણ ફરી દરિદ્ર બની જાય છે એ પ્રત્યક્ષ દેખાય છે. [૬૭૯ થી ૬૮૨]
सुस्सामिगाइओ पुण, तहा तहा तप्पभावजोएणं । િિત વિત્તમળહં, સુહાવદું સમયનોમ્મિ | ૬૮રૂ ॥
वृत्ति:- 'सुस्वाम्यादेः पुनः', उक्तकदम्बकविपर्ययात् ' तथा तथा ' तदुपकारतः ‘તપ્રભાવયોોન' હેતુપૂર્તન ‘વર્તુયન્તિ વિત્તમનયં’-શોમનું વિત્તપતય: ‘મુાવમુમયનો’સમયનો તિમિતિ ગાથાર્થઃ || ૬૮૩ !
ઉપર કહ્યું તેનાથી વિપરીત સુસ્વામી આદિ કારણોથી તેના (= કારણોના) પ્રભાવથી
૧. શુભાશુભકર્મનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવને આશ્રયીને થાય છે. આથી સારા લક્ષણવાળા પશુઓના અને પુરુષોના યોગથી શુભકર્મનો ઉદય થાય, અને ખરાબ લક્ષણવાળા પશુઓના અને પુરુષોના યોગથી અશુભકર્મનો ઉદય થાય એવું બને. અશુભકર્મનો ઉદય થતાં મેળવેલી લક્ષ્મી નાશ પામે. આથી ખરાબ લક્ષણવાળા પશુના અને પુરુષના સંબંધથી લક્ષ્મીનો નાશ થાય એવું બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org