________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / સંકલના બતાવેલ છે. તેથી નક્કી થાય કે જે ગ્રંથરૂપ કષ-છેદ-તાપથી શુદ્ધ ન હોય તે ગ્રંથરૂપ દષ્ટિવાદાદિમાંથી નિર્બઢ નથી, માટે તેવી ગ્રંથરચના પ્રમાણભૂત બની શકે નહીં. ત્યારપછી ગાથા ૧૦૨૨થી ૧૦૨૪માં શાસ્ત્રની કષ-છેદ-તાપપરીક્ષાનું સ્વરૂપ બતાવેલ છે, તથા ગાથા ૧૦૨૧માં કહ્યું કે દૃષ્ટિવાદાદિમાંથી નિર્વ્યૂઢ ઉત્તમકૃતાદિ છે અને ઉત્તમશ્રુત સ્તવપરિજ્ઞા ઇત્યાદિ છે. તેથી ગ્રંથકારશ્રીએ આગમમાંથી નિવ્ઢ એવા ઉત્તમૠતરૂપ સ્તવપરિજ્ઞાનો બોધ કરાવવા અર્થે ગાથા ૧૧૧૧થી ૧૩૧૩ સુધી સ્તવપરિજ્ઞાના પારમાર્થિક સ્વરૂપનું ગ્રંથકારશ્રીએ વિશદ નિરૂપણ કરેલ છે, જેનું વર્ણન આ ભાગમાં કરવા જતાં પ્રસ્તુત ભાગ-પનું બાહુલ્ય થઈ જતું હોવાથી પંચવસ્તક પ્રકરણ ભાગ-૬માં વર્ણન કરેલ છે.
વળી પ્રસ્તુત ભાગમાં ગ્રંથકારશ્રીએ સમ્યક્તનું સ્વરૂપ શું છે? સમ્યક્તની પ્રાપ્તિ જીવને શેનાથી થાય છે? તેમ જ ઋતધર્મ સમ્યક્તપ્રાપ્તિનો હેતુ હોવા છતાં તે શ્રતધર્મથી અત્યાર સુધી જીવને સમ્યક્ત પ્રાપ્ત કેમ ન થયું? વળી કોઈપણ કાર્ય પ્રત્યે કાળ આદિ પાંચેય કારણો ભેગા મળીને કારણ છે, વગેરેના અત્યંત સુંદર ખુલાસા કર્યા છે. ત્યારપછી દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તનું લક્ષણ બતાવેલ છે; તે ઉપરાંત શ્રતધર્મની કષ-છેદ-તાપપરીક્ષાના લક્ષણ બતાવેલ છે, અને અન્ય દર્શનના શાસ્ત્રો કષાદિથી અશુદ્ધ કેમ છે? તે ઉદાહરણો આપવા દ્વારા સ્પષ્ટ કરેલ છે. અને અંતે તાપશુદ્ધ આગમના ઉદાહરણ બતાવતાં આત્માને સતુ-અસતુ, નિત્ય-અનિત્ય, આત્માથી શરીરનો ભેદ-અભેદ ન માનીએ, તો સ્વસંવેદ્ય સુખાદિ, સ્વકૃતભોગ, ઉભયકૃતભોગ, શાસ્ત્રમાં સ્વીકારાયેલા બંધ-મોક્ષ એ સર્વ વાસ્તવિક ઘટે નહીં. ઈત્યાદિ અતિ સ્પષ્ટ રીતે સુંદર શૈલીમાં ગ્રંથકારશ્રીએ રજૂ કરેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
ચૈત્ર વદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org