________________
*
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / સંકલના
પંચવડુક ગ્રંથરત્ન અંતર્ગત ચતુર્થ અનુયોગગણાનુજ્ઞા વસ્તુના
પદાર્થોની સંક્ષિપ્ત સંકલતા
સંસારથી વિરક્ત થયેલ મુમુક્ષુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસમાં રહીને નિત્ય નવો નવો શ્રુતાભ્યાસ કરે તો તે મહાત્મા પ્રાયઃ કરીને અમુક નિયતકાળમાં તે કાળને ઉચિત સર્વ શાસ્ત્રોનો પારગામી બને છે, અને તેવા કાલોચિત સકલ સૂત્રાર્થ ભણેલા મહાત્માને ઉચિત કાળે અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદવી આપવામાં આવે છે. ત્યારપછી જો તે મહાત્મા ગણધરપદને યોગ્ય હોય તો તેઓને ગણની અનુજ્ઞારૂપ ગચ્છાધિપતિપદવી આપવામાં આવે છે. આથી પ્રસ્તુત પંચવટુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૬૧૦થી ૯૩૨ સુધી ત્રીજી વ્રતસ્થાપના નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૯૩૩થી ૧૩૬૫ સુધી ચોથી અનુયોગ-ગણાનુજ્ઞા નામની વસ્તુ બતાવેલ છે.
તે “અનુયોગ-ગણાનુજ્ઞા' નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે મુખ્ય બે દ્વારના વિભાગથી બતાવેલ છે, તે આ પ્રમાણે :
(૧) અનુયોગઅનુજ્ઞા દ્વાર અને (૨) ગણઅનુજ્ઞા દ્વારા
જે સાધુ તે કાળને ઉચિત સર્વ સૂત્રો અને અર્થો ભણેલા હોય, તે સાધુને અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદ અપાય છે, અને તે આચાર્ય વિશેષ શક્તિવાળા હોય તો તેઓને ગણની અનુજ્ઞારૂપ ગણધરપદ અપાય છે અર્થાત્ ગચ્છનો નિર્વાહ કરવાનું કાર્ય સોંપાય છે. (૧) અનુયોગઅનુજ્ઞા દ્વાર :
જે સાધુ કાલોચિત ગૃહીતસૂત્રાર્થવાળા ન હોય તેઓને આચાર્યપદ આપવામાં આવે તો ગુરુને મૃષાવાદનો દોષ લાગે છે, પ્રવચનની નિંદા થાય છે, શિષ્યોના ગુણની હાનિ થાય છે અને તીર્થનો ઉચ્છેદ થાય છે. તે દોષો કઈ રીતે પ્રાપ્ત થાય છે? તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારે ગાથા ૯૩૪થી ૯૪૬માં કરેલ છે.
આચાર્યપદ ગ્રહણ કર્યા પછી તે નવા આચાર્ય સિદ્ધાંતની વિધિથી જ વ્યાખ્યાન કરે છે, તેમ ગાથા ૯૭૩માં બતાવેલ છે, અને તે વ્યાખ્યાન શ્રવણને યોગ્ય શિષ્યો કેવો હોય ? તેનું સ્વરૂપ ગાથા ૯૭૪થી ૯૮૫માં દર્શાવેલ છે. તેથી શાસ્ત્રો પણ બધા સાધુઓને ભણવાનો અધિકાર નથી, પરંતુ જેઓ મધ્યસ્થ હોય, પ્રાજ્ઞા હોય, પરલોકભીર હોય, તે તે આગમને આશ્રયીને સંયમપર્યાયથી પ્રાપ્ત હોય, તેવા શિષ્યો શાસ્ત્રો ભણવાના અધિકારી છે; અને તેવા યોગ્ય જીવોને શાસ્ત્રો ભણાવવામાં આવે તો તેઓને તે શાસ્ત્રો સમ્યગ્દરિણમન પામે છે. વળી છેદસૂત્રો ભણવા માટે તો સાધુમાં અન્ય પણ અનેક ગુણો અપેક્ષિત છે. નવા આચાર્ય યોગ્ય શિષ્યો પાસે શાસ્ત્રોનું વ્યાખ્યાન કઈ રીતે કરે છે? તેનું સ્વરૂપ ગાથા ૯૯૨થી ૧૦૦૧માં બતાવેલ છે,
અને આવા યોગ્ય પણ શિષ્યો આચાર્ય પાસે શાસ્ત્રોનું શ્રવણ કરતી વખતે કેવા ઉપયોગવાળા હોય છે? તેનું વિસ્તારથી વર્ણન ગાથા ૧૦0૭-૧૦૦૮માં કરેલ છે. યોગ્ય શિષ્યોને આચાર્ય કેવાં શાસ્ત્રો ભણાવે? તેનું સ્પષ્ટીકરણ ગ્રંથકારે ગાથા ૧૦૧૯-૧૦૨૦માં કરેલ છે. ત્યારપછી ગાથા ૧૦૨૧માં નિબૂઢનું લક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org