Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | પ્રસ્તાવના શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર : આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાની શી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન કરવા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દૃષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણી અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન પ.પૂ. આચાર્યશ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દિપકનું ટમટમિયં પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તા પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબે મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવ્રજ્યા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને શ્રુતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવા જવાની પ્રેરણા/અનુજ્ઞા આપી, ઇત્યાદિ પૂ. ગુરુવર્યાશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારીપક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 286