Book Title: Panchvastuk Prakaran Part 05
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ ર પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ના સંકલન-સંપાદનની વેળાએ બે બોલ યોગ્ય જીવ જ્યારે ધર્મક્ષેત્રમાં આવે છે ત્યારે પ્રથમ તે તત્ત્વશ્રવણ કરે છે, ત્યારપછી વૈરાગ્ય પામીને દેશવિરતિ અથવા શક્તિ હોય તો સર્વવિરતિ સ્વીકારે છે, અને જયારે તે સંયમ ગ્રહણ કરે છે ત્યારે તે શૈક્ષ હોય છે, અને જ્યારે તેનામાં વ્રતપાલનની પાત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે તેને પંચમહાવ્રતો આપવામાં આવે છે. ત્યારપછી શ્રાધ્યયન અને સાધ્વાચારની સર્વ ઉચિત ક્રિયાઓ કરતાં કરતાં જ્યારે તે સાધુ ઉપર-ઉપરની પદવીઓની યોગ્યતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવર્તક, ઉપાધ્યાય, અનુયોગાચાર્ય, ગચ્છાધિપતિ : એ સર્વ પદવીઓમાંથી યોગ્યતા અનુસાર તે તે પદવીઓ તેને આપવામાં આવે છે. તેથી પ્રસ્તુત “અનુયોગગણાનુજ્ઞા' વસ્તુમાં ગ્રંથકારશ્રી યાકિનીમહત્તરાધર્મપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ મુખ્યત્વે આચાર્યપદવી અને ગચ્છાધિપતિપદવીને યોગ્ય ગુણો, વિધિ વગેરેનું વિસ્તૃત રીતે વર્ણન કરેલ છે, અને તે સાથે સ્તવપરિજ્ઞાનું પણ વિશદ રીતે નિરૂપણ કરેલ છે, જેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું પારમાર્થિક સ્વરૂપ દર્શાવેલ છે, તે સર્વનું વિવેચન પ્રસ્તુત ભાગ-પમાં કરવામાં આવેલ છે. - આ પંચવસ્તક પ્રકરણ ભાગ-૫'માં “અનુયોગગણાનુજ્ઞા' નામની ચોથી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજય આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યા, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજ્ય આચાર્યશ્રી યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 286