________________
પચીસ દિવસ સુધી તેમને ઉપવાસી (નિરાહાર) રહેવું પડયું હતું અને અંતે તેમને અભિગ્રહ પૂર્ણપણે સફળ થયે હતો. એનું પ્રતીક રાજકુમારી ચંદનબાળા (દાસીના રૂપમાં) બની. સમગ્ર સમાજ ઉપર આને પ્રબળ પ્રભાવ પડ્યો અને તે અમાનવીય પ્રથા ધીરે ધીરે ભારતમાંથી લુપ્ત થઈ. સમાજમાં પ્રચલિત જાતિવાદના અનિષ્ટને દૂર કરવા માટે ભગવાન મહાવીરનું હરિકેશીમુનિ જેમાં મુખ્ય હતા, તેવું શ્રમણશ્રમણીઓનું મંડળ કાર્યરત બની ગયું. એમણે ઘોર તપશ્ચર્યા કરી, અનેક કષ્ટ(પરિગ્રહ) અને ઉપસર્ગ (વિપદ) સહ્યાં અને આખરે, સમાજમાંથી આ અનિષ્ટનું જોર ઓછું થયું.
આવી રીતે મોટા-મોટા યજ્ઞમાં નિર્દોષ પશુઓના બલિની વિરુદ્ધ ભગવાન મહાવીર અને એમને સંઘ તીવ્ર તપ સ્વીકારીને સમાજના મેદાનમાં ઊતરી પડયો હતો. એ દૂર કરવા માટે કંઈ ઓછું સહન નથી કર્યું ! તપશ્ચર્યા તે સતત ચાલતી રહી. બાર વર્ષના ભીષણ દુષ્કાળ વખતે જેન સાધુ-શ્રાવક વર્ગમાંથી હજારોએ આમરણ અનશન કરીને સ્વેચ્છાએ શરીર છોડી દીધાં હતાં. જેના ઈતિહાસનાં પાનાંઓ પર આલેખાયેલી આ બધી ઘટનાઓ અને બાહ્ય તપના ચમત્કાર વાંચીએ છીએ તે એમાંથી આપણને અસીમ પ્રેરણા મળે છે.
પરંતુ એ ઉપવાસ શુદ્ધ ઉપવાસ હતા. એમાં કઈ પ્રકારની પરવશતા, સ્વાર્થ, વાસના કે નામનાની કામના હતી નહીં–અને એ ઉપવાસની સાથે સાથે પાંચેય ઇન્દ્રિયના વિષયે અને કષાયોને ઓછા કરવાને પ્રયત્ન ચાલતું રહેતું હતું. ઉપવાસનું લક્ષણ આ છે—(ઉપર જુઓ) જ્યાં આહારની સાથે કષા અને વિષને ત્યાગ કરવામાં આવે. એ જ ઉપવાસ કહેવાય. એના સિવાયની બાબતને તે લાંઘણું ગણવામાં આવી છે.
જેનાથી એકેય ઉપવાસ ન થઈ શકે, તેમના માટે એકાસણું (એક સમય ભેજન) પણ બતાવવામાં આવ્યું છે, એટલે પણ આહારત્યાગ ન થઈ શકે તે નકારસી, પારસી, બે પિરસી સુધીને આહાર
30 ઓજસ દીઠાં આત્મબળનાં