________________
નિયુક્તિ કરવામાં આવે છે એવી જ રીતે ધર્મસંઘ(વીતરાગ શાસન)ની વ્યવસ્થા માટે કેટલાક પદાધિકારી સાધુઓની નિયુક્તિ કરવામાં આવે છે. આમાં મુખ્ય પદાધિકારી સાધુ બે પ્રકારના હોય છે–આચાર્ય અને ઉપાધ્યાય.
આચાર્યની જવાબદારી શી? સંઘનું નેતૃત્વ કરવું, સંઘમાં પ્રવેશી ગયેલી વિકૃતિઓ દૂર કરવી, સંઘમાં ધર્મને પ્રચાર-પ્રસાર કરવ, જાતે ધર્માચરણ કરવું, અન્ય સાધુ-સાધ્વીઓને ધર્માચરણ કરાવવું તથા શ્રાવક-શ્રાવિકાઓને ધર્મપાલનની પ્રેરણા આપવી. આમ, ચતુર્વિધ સંઘની સુંદર રીતે વ્યવસ્થા કરવી તે આચાર્યનું કામ છે. આ ઉપરાંત આચાર્ય સાધુ-સાધ્વીઓને શાસ્ત્રપાઠોની રહસ્યાર્થ કે ભાવાર્થ સહિત વાચના પણ આપે છે.
ઉપાધ્યાયની જવાબદારી એ છે કે સંઘમાં જ્ઞાનને પ્રચારપ્રસાર કર, સાધુ-સાધ્વીઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવવું, અર્થનું વિસ્તૃત વિવેચન કરીને પઠન-પાઠન કરાવવું, સિદ્ધાંતનાં રહસ્યને :પ્રગટ કરી આપવાં, નય, પ્રમાણ, અનેકાન્તવાદ, સમતા, અહિંસા, સત્ય આદિ ધર્મ તથા નવ તત્વ આદિનું વિશ્લેષણ સમજાવવું. આચાર્ય દ્વારા થતા સંઘ સંચાલન અને સંઘરક્ષાના કાર્યમાં ઉપાધ્યાય મંત્રીની જેમ સહાયક બને છે.
આચાર્યની આજ્ઞામાં રહીને કેટલાક વિશિષ્ટ ગ્યતાવાળા સાધુ કામ કરે છે. આચાર્ય સંઘનાં વિશાળ કાર્યોમાંથી જુદાં જુદાં કાર્યોની જવાબદારી ગણી, ગણાવચ્છેદક, પ્રવર્તક, પંન્યાસ અને વૃષભને સોંપે છે. વિશાળ સંઘની અંદર જુદા જુદા ગણું હોય છે અને તેનાં સંચાલન તથા વ્યવસ્થાને ભાર જેમને સેંપવામાં આવે છે તેમને ગણી” કહેવામાં આવે છે. ગણમાં અથવા તે ગણેમાં પરસ્પર વિચ્છેદ કે ફૂટ કોઈ પણ હાલતમાં ન થાય તેની જવાબદારી જેના પર હોય તેને ગણાવચ્છેદક કહે છે. પ્રવર્તક, સાધુ-સાધ્વીઓના પ્રવર્તકનું કામ કરે છે. એમની એ જવાબદારી હોય છે કે સાધુ-સાધ્વીઓને યેગ્ય
137. ઉત્તમ પાત્રની વૈયાવૃત્ય