________________
વેશમાં રહીને અનાચારનું સેવન કરે છે. સ્ત્રી-વિકથા કહેનાર અને સાંભળનાર બંનેમાં મોહની ઉત્પત્તિ કરે છે. આનાથી લેકનિદા થાય. છે. સૂત્ર અને અર્થની હાનિ થાય છે.
એવી પણ સ્ત્રીકથા હોય છે કે જેનાથી સંયમમાં દઢતા, ચારિ. ચની શુદ્ધિ, મેહને ત્યાગ અને વિષયવિકારને નાશ થાય છે. આમાં વ્યક્તિમાં માતૃભાવના પેદા થાય છે, સૂત્ર અને અર્થને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, નિર્દોષ બ્રહ્મચર્યપાલનમાં સહાયક થાય છે. જે સ્ત્રીકથાનું પરિણામ ઉત્તમ હોય અને જેનાથી કર્મોની નિર્જરા થાય એવી કથા વિકથા નથી.
જગતમાં દરેક વસ્તુનાં બે પાસાં હોય છે. એક અંધકારપૂર્ણ અને બીજુ પ્રકાશથી દેદીપ્યમાન. નારીજાતિની બાબતમાં પણ એવું જ છે. નારીની વિકથા જેમ પતનનું કારણ બને છે એ જ રીતે, નારીની સુકથા વ્યક્તિના ઉત્થાનનું પણ કારણ બને છે. વળી, જેનદર્શનમાં તે અનેકાંતવાદની દષ્ટિ એવી છે કે જે પ્રત્યેક વસ્તુને અનેક બાજુએથી–અનેક અપેક્ષાએ–જોઈને સત્યનું દર્શન કરવાનું કહે છે દષ્ટિ તેવી સૃષ્ટિ
, એક સ્થળે એક સુંદર સ્ત્રીને મૃતદેહ પડયો હતો. રસ્તેથી પસાર થતા કામિત પુરુષે તે જે અને તેના રૂપ પર આસક્ત થઈને બેલી ઊઠયો, એહ! આવી સુંદર સ્ત્રી સાથે સુખભેગ કરવાનું મળ્યું હોત તે કેટલું સારું?”
એવામાં એક શિયાળ આવ્યું. નારીના મૃતદેહને જોઈને એ વિચારવા લાગ્યું, “અહાહા ! આજે તે આટલું બધું નારીનું માંસ ખાવા મળશે. મારું અહીં આવવું સાર્થક થઈ ગયું. હવે જલદી લોકો અહીંથી દૂર જાય એટલે મારું કામ શરૂ કરી દઉં.” .
થોડા સમય બાદ એક વિરક્ત યેગી પુરુષ અહીંથી પસાર થઈ રહ્યા હતા. એમણે સુંદર સ્ત્રીને મૃતદેહ જોઈને પોતાના શિષ્યોને કહ્યું, “જુઓ, આ સુંદર શરીરની કેવી દુર્દશા થઈ છેએક દિવસ
228 ઓજસ દીઠાં આત્મબળનાં