________________
અહીં જે ધ્યાનથી કર્મક્ષય અને મોક્ષની વાત કહેવામાં આવી છે એ પ્રશસ્ત ધ્યાન શુભ ધ્યાન છે. મેક્ષની સાધના માટે એ ઈષ્ટ છે. જે ધ્યાન માત્રથી જ કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય તે ભરત ચક્રવતીની માફક તમે પણ અરીસાની સામે જ ઊભા રહીને પિતાના શરીરને સજાવવાનું-શણગારવાનું કામ એક-ધ્યાનથી પ્રતિદિન કરે છે, તે પછી એ ધ્યાનથી તમને કેવળજ્ઞાન કેમ ન થાય? હાથીની અંબાડી પર તે શું, પણ એથીયે આગળ વધીને મોટરની સીટ પર સંપન્ન મહિલાઓ રેજ બેસતી હોય છે અને ફરવા જતી હોય છે. એના મનમાં સુખનું પ્રચુર સાધન પામવાનું ધ્યાન ચાલતું હોય છે તે પછી એમને કેવળજ્ઞાન કે મોક્ષ કેમ નહીં? પરંતુ શુભ ધ્યાનની ધૂણી ધખાવ્યા વિના કેવળજ્ઞાન કે મેક્ષ અથવા કશુંય સંભવ નથી. કઈ વ્યક્તિ યેનકેન પ્રકારેણ ધન ભેગું કરતી હોય, બીજાની થાપણ પચાવી પાડતી હોય, પિતાની પાસેનાં સુખ-સુવિધાનાં સાધને વધારવા માગતી હોય તે રાત-દિવસ એનું ધ્યાન ધન, બજારના ભાવ અને સુખ-સાધનની પાછળ હોય છે. આવી જ રીતે કેટલીક વ્યક્તિઓ પ્રિય વસ્તુના વિયેગ અને અપ્રિય વસ્તુના સગને કારણે રડતી અને કકળતી હોય છે. એનું ધ્યાન એ ચિંતા અને શેકથી સંતપ્ત હોય છે. આવી વ્યક્તિઓ એકાદ કલાક ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા આવે, મંદિરમાં માત્ર પૂજા-પાઠ કરે, કઈ દિવસ આયંબિલ જેવું તપ કરે અને એમ કરતાં ક્યાંક બેડી હોય કે ઊભી હોય તે કેવળજ્ઞાન કે મોક્ષ ક્યાંથી સાંપડે? આથી ધ્યાન–તપની પહેલી શરત એ છે કે તે શુદ્ધ ધર્મ (અહિંસા, સત્ય, ન્યાય આદિ)ને અનુરૂપ હોય અથવા તે ધર્મથી પણ વિશેષ આગળ જઈને આત્મા પર લાદેલાં કષાય, વિષયવાસના અને તેમાંથી જન્મેલાં કર્મનાં આવરણોને દૂર કરવાં જરૂરી છે. વળી આત્માને શુદ્ધ ભાવમાં એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર રાખવાને અભ્યાસ કરવો કે જે મોક્ષને અનુરૂપ હેય. બીજી શરત એ છે કે રજ શુદ્ધ વાતાવરણ, શુભ સંગતિ, શુભ ભાવના અને સહિષ્ણુતા આદિ હોય. ત્રીજી શરત એ છે કે જીવનમાં પિતાની
250
ઓજસ દીઠાં આત્મબળનાં