________________
રાજકુમારે વિચાર્યું, એહ! હવે ક્યાં જાઉં? જિગરજાન મિત્ર જ આવું કરે તે બીજે કયાં આશરો મળશે ?”
એવામાં એને એને બીજે મિત્ર યાદ આવ્યો અને વિચાર્યું, “લાવ, પ્રસંગોપાત્ત મળે છે તેવા એ મિત્રની પાસે જાઉં.” હંમેશાં તે નહીં પણ પર્વ કે શુભ પ્રસંગેના દિવસે એ મળતા હતા.
રાજકુમાર ગયો ત્યારે એને મિત્ર ઝરૂખામાં લટાર મારતા હતું. રાજકુમારે તરત જ પર્વ મિત્રને ઓળખી કાઢયો. એની સાથે હાથ મિલાવ્યા. આ પર્વામિત્ર રાજકુમારને ઘરની અંદર લઈ ગયો અને ભારે આગતાસ્વાગતા કરી. અલ્પાહાર કરાવ્યા પછી પૂછ્યું, કહે ભાઈ! આજે આ ગરીબને ત્યાં આવવાની કૃપા કેમ કરી ?”
રાજકુમાર બોલ્યા, “રાજાએ મને મૃત્યુદંડ ફરમાવ્યું છે. એનાથી બચવા માટે તારે શરણે આવ્યું છું. જે તું મારી રક્ષા કરીશ તે આજીવન તારે અણી રહીશ.”
આશરે આપવાની વાત સાંભળતાં જ મિત્રના ચહેરાનું સૂર ઊડી ગયું. એ બોલ્યા, “તમે કહે તે તમારા માટે પ્રાણ આપવા તૈયાર છું, કહે તેટલું ધન કે જમીન જાયદાદ આપી દઉં, પરંતુ આશરો આપવાની બાબતમાં હું લાચાર છું.”
રાજકુમારને અહીંથી પણ નિરાશ થઈને પાછા જવું પડ્યું. એ હિંમત હારી બેઠે. બે મિત્રના આવા જવાબને કારણે ત્રીજે મિત્ર યાદ આવ્યું, પણ એની પાસે જવાની હિંમત ચાલી નહીં. ત્રીજો જુહારમિત્ર હતું. રાજકુમારે વિચાર્યું કે જ્યાં નિત્યમિત્ર અને પર્વમિત્રે જાકારે આપ્યો છે ત્યાં ત્રીજા મિત્ર પાસેથી શું આશા રાખું ? આજ સુધી ક્યારેય એને કઈ મદદ કે સહાય કરી નથી. પછી કહ્યું મેં લઈને એની પાસે જાઉં?
આમ છતાં આશા-નિરાશાના તરંગમાં રંગોળાતા રાજકુમારે મન મારીને ત્રીજા મિત્રને ત્યાં જવાનું નક્કી કર્યું. ત્રીજે મિત્ર પિતાના ખંડમાં બેસીને કામ કરી રહ્યો હતો. રાજકુમારને જોતાં જ
280 ઓજસ દીઠાં આત્મબળનાં