Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 294
________________ કેઈ આસાન વાત નહતી, પરંતુ દાદાભાઈએ પોતાના શરીરની પરવા ર્યા વિના માનવીઓ અને પ્રાણીઓને બચાવવાનું શરૂ કર્યું. કહે છે કે એમણે અવિરત પ્રયત્ન બાદ મનુષ્ય અને પ્રાણીઓને બચાવ્યાં. એમણે એ રીતે ૧૦૬ જીવોને ઉગારી લીધા. આને શરીર-વ્યુત્સર્ગ નહીં કહીએ તે શું કહેવાય? શરીર-વ્યુત્સર્ગ–તપને અભ્યાસ થતાં મનુષ્ય પોતાના શરીર પર શસ્ત્ર-પ્રહાર કે શસ્ત્રક્રિયા થાય તે પણ ગભરાતો નથી. કેમી રમખાણ વખતે નિર્ભય બનીને ગણેશશંકર વિદ્યાથી જનતાની વચ્ચે આશ્વાસન આપવા માટે ગયા હતા. તેઓ શાંતિ સ્થાપવા પ્રયત્ન કરતા હતા ત્યારે ક્યાંકથી બંદૂકની ગોળી આવી અને એમને વીધીને ચાલી ગઈ આમ છતાં એમણે “ઉફ પણ કર્યું નહીં. મહાત્મા ગાંધીજી પર ગોડસેએ ગોળી ચલાવી ત્યારે એમણે ગોડસે તરફ કશેય કોધ કે દ્વેષ રાખ્યા વિના “હે રામએટલું જ . બેલ્યા. શું આ હસતાં હસતાં શરીર છોડવાનું ઉદાહરણ નથી? બાર વર્ષના લાંબા દુષ્કાળ વખતે કેટલાંય સાધુ-સાધ્વીઓએ પિતાનો ધર્મ સમજીને અનશન (સંલ્લેખન-સંથારો) કરીને પોતાનું શરીર છોડી દીધું હતું. ઘણા શ્રાવકેએ પણ આવું જ કર્યું હતું. આ રીતે બ્રહ્મચર્યની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થયેલા સુદર્શન શેઠને કોણ નથી જાણતું ? એક બાજુ સિદ્ધાંતની રક્ષા કરવાને સવાલ હોય અને બીજી બાજુ પ્રાણ જવાની ભીતિ હોય કે શરીર–રક્ષા કરવાનો પ્રસંગ હોય ત્યારે મેટા મેટા સાધકે પાછા પડી જાય છે, શરીર કે પ્રાણને મેહ એમને સિદ્ધાંતમાંથી ચલિત કરે છે. આથી જ આચાર્ય અમિતગતિસૂરિએ તીર્થંકર પરમાત્માને શરીર-વ્યસર્ગ માટે બળ આપવાની પ્રાર્થના કરી છે: શરીરતઃ સ્કુમનત્તરાશિ મિત્રભાનમપત્તદોષ છે जिनेन्द्र ! कोषादिव खड्गयष्टिं तव प्रसादेन ममास्तु शक्तिः ॥” “હે જિનેન્દ્ર પ્રભુ! આપની કૃપાથી મને એવી શક્તિ મળે કે 293 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318