________________
હાથ જોડેલા હોય છે. ઊભા ઊભા કે બેસીને કાર્યોત્સર્ગ કરનારને માટે આ બંને મુદ્રાઓ અનુકરણીય છે.
અનેક પ્રકારે લાભદાયી જે નિમિત્તે કાર્યોત્સર્ગ કરવામાં આવતું હોય એનું ચિંતન કરવું જોઈએ. આવા કાર્યોત્સર્ગથી શરીરને ટટ્ટાર રહેવાની તાલીમ મળે છે અને શરીરમાંથી જડતા અને આળસ દૂર થતાં સ્કૂતિ આવે છે. આવું શરીર વિકારે અને પરભાવની સાથે લડવા માટે તૈયાર થઈ જાય છે તેમ જ કૈલેષ્માદિને પણ એનાથી ક્ષય થાય છે. આમાં વિશેષ પ્રયાસ કરીને અભ્યાસ પરિપકવ થતાં આ પ્રકારના કાયોત્સર્ગમાં સ્થિત આત્મા શુદ્ધ ઉપયોગમાં લીન બની જાય છે. આનાથી વિષયવાસના, કષાયે કે પરભાવમાં દોડતા ચિત્તની કૂદાકૂદ ઓછો થાય છે અથવા તે સર્વથા બંધ થાય છે. કાયોત્સર્ગમાં સ્થિત આત્મા ફરી ધર્મધ્યાન અથવા શુકલધ્યાનમાં એકાગ્ર થાય છે. એને શરીરનું કઈ ભાન રહેતું નથી અને શરીરને ખવડાવવા-પિવડાવવા જેવી કેઈ ચિંતા રહેતી નથી. આમ, શરીર પરથી જ્યારે મમત્વ છેડવાને અભ્યાસ થાય છે ત્યારે શરીર સાથે સંબંધિત બધી જ જડચેતન વસ્તુઓ, દુર્ભા અને દુપ્રવૃત્તિઓ પરથી પણ મમત્વ દૂર થઈ જાય છે. આને અર્થ એ કે કાયોત્સર્ગના અભ્યાસથી પિતાના પર કે કોઈ અન્ય પર સંકટ આવે અથવા તે પિતાના પર પ્રહારાદિ થાય તે પણ સાધક એટલે સજ્જ થઈ ગયો હશે કે એ સહજ અને સહર્ષ ભાવથી શરીર અને શરીરસંબદ્ધ સર્વસ્વ ત્યાગ કરતાં સહેજે અચકાશે નહીં. કાયોત્સર્ગથી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમભાવથી રહેવાની શક્તિ પ્રગટે છે, કાયોત્સર્ગમાં ચિત્ત એકાગ્ર બની જાય છે, જેનાથી ભાવના અને ધ્યાનને અભ્યાસ પણ વધુ પુષ્ટ થાય છે. કાયોત્સર્ગની તાલીમને કારણે દિનચર્યામાં થયેલા દોષે કે અતિચારેનું ચિંતન યોગ્ય રીતે થઈ શકે છે કે જે ચારિત્ર્યશુદ્ધિને માટે આવશ્યક છે. આ રીતે કાયોત્સર્ગ-તપ અનેક પ્રકારે લાભદાયી છે. ગજસુકુમાર મુનિ આવું કાયોત્સર્ગ-તપ કરતા હતા. એમણે એ
- 303 કાયોત્સર્ગ