________________
જન્મમાં દ્રવ્ય-કાયોત્સર્ગને કયારેય અભ્યાસ કર્યો નહોતે. પરંતુ પૂર્વ જન્મમાં કાયોત્સર્ગની સાધના કરી હોવાથી તેઓ ભાવ-કાયોત્સર્ગમાં સ્થિર રહી શક્યા. કાયોત્સર્ગમાં નાકના અગ્ર ભાગ પર દષ્ટિ સ્થિર કરીને ઊભેલા ગજસુકુમાર મુનિના મસ્તક પરએમના સંસારીકાળના સસરા સોમિલ બ્રાહ્મણ માટીની પાળ બાંધીને એમાં ધગધગતા અંગારા મૂકે છે. એમને કેટલી બધી તીવ્ર વેદના થઈ હશે ! પરંતુ ગજસુકુમાર મુનિએ શરીર પરથી મમત્વ છોડી દીધું હતું. જે શરીરને પિતાનું માનતા ન હોય એને શરીરની ચિંતા કઈ રીતે સતાવે ? તેઓ આનંદથી આ બધા ઉપસર્ગ (સંકટ) સમભાવપૂર્વક સહન કરતા રહ્યા, આત્મધ્યાનમાં તલ્લીન થઈ ગયા. એમને ન તે શરીર પર રાગ રહ્યો, કે ન સોમિલ પર દ્વેષ થયો. શુકલ ધ્યાનનું અવલંબન લીધું હોવાથી તેઓ કાયા, માયા અને કર્માદિથી મુક્ત થઈ ગયા હતા. જે ગજસુકુમાર મુનિ કાયો.સર્ગ કરવામાં નિષ્ફળ ગયા હોત તે એમની સમગ્ર સાધના ધૂળમાં મળી જાત. શરીર પર સહેજે મમત્વ જાગે તે પછી રાગ અને દ્વેષ આવતાં વાર લાગતી નથી. આ હતે કાયોત્સર્ગ તપને પ્રભાવ.
આવા ભાવ-કાયોત્સર્ગ સાધના માટે પહેલાં દ્રવ્ય-કાયોત્સર્ગની તાલીમ લેવી પડે છે. બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિના નાનાભાઈ રથનેમિ ગિરનારની ગુફામાં કાયોત્સર્ગ કરતા હતા, પરંતુ હજી એમની કાયોત્સર્ગની તાલીમ પરિપકવ બની નહોતી. ભગવાન અરિષ્ટનેમિએ દીક્ષા લીધા પછી રાજીમતીએ પણ દીક્ષા લીધી અને સાધવી બનેલા રાજીમતી રૈવતકગિરિ પર બિરાજમાન અરિષ્ટનેમિના દર્શને જઈ રહ્યાં હતાં. રસ્તામાં બારે મેઘ તૂટી પડતાં એમનાં કપડાં સાવ ભીનાં થઈ ગયાં અને તેથી ક્યાંક આશરો લેવાને વિચાર કર્યો. એવામાં એમને ગુફા દેખાઈ. એમાં પ્રવેશીને સાધ્વી પિતાનાં ભીનાં કપડાં ઉતારીને સૂકવવા લાગ્યાં.
આ ગુફામાં કાયોત્સર્ગ કરી રહેલા રથનેમિની અકસ્માત જ રાજીમતી પર નજર પડી અને એમની નિર્વસ્ત્ર અવસ્થા જોઈને વિચલિત
ઓજસ દીઠાં આત્મબળનાં