________________
છેદ્ય, અદા, અકલેદ્ય અને અશષ્ય છે. આ આત્મા નિત્ય, સનાતન, સર્વવ્યાપી, અચલ અને પિતામાં સ્થિર છે.”
દ્રવ્ય-કાયોત્સર્ગમાં કંઈક ગરબડ થવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ એકદમ સાવધાન બનીને ભાવ-કાયોત્સર્ગ કર્યો. તેઓ દુર્ભાવના હિંડોળે ગૂલવા લાગ્યા હતા, પરંતુ તરત જ જાગૃત થઈને કાયોત્સર્ગના અગાઉ કહેલા ભાવમાં સ્થિર થઈ શુદ્ધ આત્માના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં શુકલધ્યાનમાં આરૂઢ બનીને કેવળજ્ઞાન પામ્યા.
મિત્રો ! કાયોત્સર્ગની સાધના આત્માને અજર-અમર પદ પર પહોંચાડવા માટે છે. એની સમ્યક્ પ્રકારે સાધના કરીને તમે સહુ પરમ કલ્યાણ પ્રાપ્ત કરી શકશે. સ્થળ : જેનભવન, બીકાનેર ૨૬ ઓગસ્ટ, ૧૯૪૮
315 કોત્સર્ગ