Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 307
________________ (૨) લતા-દેષઃ જેવી રીતે પુષ્પલતા હવામાં કાંપતી હોય છે એ જ રીતે સાધક કાર્યોત્સર્ગ કરતી વખતે કાંપતો રહે છે તે લતા-દેષ કહેવાય. (૩) સ્તન્મકુડય-દષઃ થાંભલાને કે દીવાલને ટેકે લઈને કાર્યોત્સર્ગ કરે તે સ્તષ્ણકુડય કાર્યોત્સર્ગ–દેષ છે. આવી રીતે કાર્યોત્સર્ગ કરવાથી નિદ્રા આવવાને કે પ્રમાદ જાગવાને સંભવ રહે છે. આમ, કાયેત્સર્ગમાં ટેકે લે તે દેષરૂપ છે. (૪) માલ–દેષ : કાયોત્સર્ગમાં ઉપરના ભાગમાં માથું ટેકવીને ઊભા રહેવું તે માલ-દોષ છે. (૫) શબરી-દેષઃ વસ્ત્રહીન શબરી (ભીલડી)ની સામે જે કઈ પુરુષ આવે તે એ પોતાના બંને હાથે ગુપ્તાંગને ઢાંકી દે છે. બંને હાથે ગુપ્તાંગ પર રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે શબરી-દોષ છે. (૬) વધુ (અવનત)–દોષ ઃ જેવી રીતે કુલીન સ્ત્રી માથું નીચે ઢાળીને ઊભી રહે તે રીતે કાયોત્સર્ગમાં નીચે જેવું એ વધૂ-દોષ છે. (૭) નિગડ–દેષ: હાથકડી પહેરેલા મનુષ્યની માફક બંને પગ ફેલાવીને અથવા તે તદ્દન નજીક રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે નિગડ-દેષ છે. (૮) લત્તર-દોષઃ નાભિની ઉપર અથવા તે ઘૂંટણની નીચે એલ પટ્ટાને રાખીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું તે લઓત્તર-દોષ છે. આ દોષ વિશેષે સાધુઓ માટે છે. (૯) સ્તન-દેષ : માંકડ, મચ્છરના ભયથી અથવા તે અજ્ઞાનને કારણે છાતી પર કપડું રાખીને કાર્યોત્સર્ગ કરવો તે સ્તન-દેષ છે. (૧૦) ઊર્થિક-દોષ ઃ ગાડીના ઠેકાની માફક એડી મેળવીને અથવા તે પગના આગળના પંજાને ફેલાવીને કાર્યોત્સર્ગમાં ઊભા રહેવું એ ઊર્વિકા–દોષ છે અથવા તે પગના પંજાને ભેગા 306 ઓજસ દીઠાં આત્મબળનાં

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318