________________
તે નગરનું પાણી આ બંને તપસ્વીઓને એના પ્રવાહમાં ખેંચી જશે, આથી અધિષ્ઠાયક દેએ વરસાદ અટકાવી દીધું.
બીજી બાજુ વરસાદ વરસ્ય નહીં તેથી નગરજનેમાં હાહાકાર થઈ ગયો. નગરવાસીઓ આ વિશે વિચારવા માટે ભેગા થયા. એમણે વિચાર્યું,
ગમે તે હોય પરંતુ આ બે મુંડિત સાધુએ નાળાની પાસે ઊભા છે અને એમણે જ વરસાદ રોકી રાખે છે.”
પરિણામે નગરજનોએ એ બંને સાધુઓને માર માર્યો અને. તિરસ્કાર-વચને કહ્યાં. આનાથી બંને સાધુઓને પણ કોઈ આવ્યું. બંને સાધુ માસક્ષમણ(સતત એક મહિના સુધી ઉપવાસ)નું તા. કરતા હતા, આથી દેવો એમના વશમાં હતા.
પરિણામે ગુસ્સે થઈને બેમાંથી એક સાધુએ દેવને કહ્યું, “મુશળધાર વર્ષા થાઓ”
બીજા સાધુએ કહ્યું, “પંદર દિવસ સુધી સતત વરસાદ પડે.”
બસ, પછી તે દેવતાઓએ એમ કર્યું. પંદર દિવસ સુધી સતત મુશળધાર વર્ષા થતી રહી. ચારે બાજુ પાણી ઊભરાવા લાગ્યાં. પ્રજાની પરેશાનીને પાર ન રહ્યો, પરંતુ આ બંને સાધુ પિતાના અપમાનને બદલો લેવાથી ઘણા ખુશ હતા. પરિણામે દ્રવ્ય-બુત્સર્ગની સાથે ભાવ-બુત્સર્ગની સાધનામાં તેઓ અસફળ રહ્યા. રૌદ્ર ધ્યાનવશ આ બંને સાધુઓ મૃત્યુ પામીને નરકમાં ગયા. આ છે વ્યુસર્ગ-તપની નિષ્ફળતાને નમૂને.
ભાઈઓ, આથી જ કષાય-બુત્સર્ગ વગેરે ભેદમાં દ્રવ્ય.બુત્સર્ગની સાથે ભાવ-બુત્સર્ગની અનિવાર્યતા સ્પષ્ટ રૂપે બતાવે છે. વ્યુત્સર્ગ-તપ, માનવજીવનને માટે વરદાન છે તેથી એને અપનાવીને સ્વ-પર કલ્યાણ, સિદ્ધ કરવાને પ્રયત્ન કરે.
સ્થળ ઃ જૈનભવન, બીકાનેર ૨૭ ઓગસ્ટ, ૧૯૪૮.
298
ઓજસ દીઠાં આત્મબળનાં