Book Title: Ojas Ditha Aatmbalna
Author(s): Vijayvallabhsuri, Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 301
________________ તે ઉત્તીર્ણ થાય ખરો? કદી નહિ. આવી જ વાત કાર્યોત્સર્ગની છે. માનવી પોતાની કાયાના વર્તુળમાં જ ફેરફૂદડી ફરતો હોય છે, એના જ બંધનમાં રહ્યો હોય છે અને જે એની મમતાને છોડી શકતા ન હોય તે પછી તે કઈ રીતે ગણ, ઉપધિ, ભક્ત-પાન આદિની મમતાને અળગી કરી શકે? એ કઈ રીતે કષાય, કર્મ અને સંસારના વ્યુત્સર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે ? મૂળ વાત તે એ છે કે “કાયા આત્માની સૌથી વધુ નિકટ છે. આત્મા રાત-દિવસ એના સંસર્ગમાં રહે છે. “ગુના મવન્તિ” એ નિયમ અનુસાર જોઈએ તે આત્મામાં કાયાના સંસર્ગથી ગુણ આવવા તે દુર્લભ હોય છે, બલકે દેવ જ વધુ લાગે છે. વળી કાયા આત્માની અત્યંત નિકટવતી હોવાથી એના પર મોહ-મમતા પણ વધુ એંટી જાય છે. “ઉપનિષદ’ના કહેવા મુજબ અન્નમયકેષની ભૂમિકા પાર કર્યા વિના જ્ઞાનમયકોષની ભૂમિકા સુધી પહોંચવું અત્યંત દુર્લભ છે. આવી જ રીતે શરીરની મમતા-મૂછ છોડ્યા વિના વ્યુત્સર્ગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું કઠિનતમ છે. આથી જ જૈન ધર્મના મહાપુરુષોએ - આત્માના નિકટતમ સહવાસી શરીરની મમતા છોડવાનું કહ્યું છે. સાધુજને માટે તે કાર્યોત્સર્ગના અભ્યાસનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છેઃ "साधु सो तो साधे काया । कौड़ी एक न राखे माया ॥ लेना एक न देना दो । साधु हो तो ऐसा हो ॥" કાયાને સાધનારે જ સાચો સાધુ છે અને એ કાયા કાર્યોત્સર્ગ દ્વારા જ સધાય છે.” કાયેત્સર્ગને ઉદ્દેશ રણમેદાનમાં જતાં અગાઉ દ્ધાને પહેલાં તાલીમ લેવી પડે છે, યુદ્ધનું વ્યવસ્થિત પ્રશિક્ષણ લેવું પડે છે, સચોટ નિશાનબાજી શીખવી પડે છે, પછી જ એ યોદ્ધો યુદ્ધના મેદાનમાં સફળ થઈ શકે. વળી, એ અગાઉ એણે નકલી લડાઈ લડીને શરીર અને શરીરથી સંબંધિત વ્યક્તિ-વસ્તુઓને મેહ છોડ પડે છે. જે યુદ્ધો યુદ્ધના મેદાનમાં પિતાની પત્ની અને બાળકને યાદ કરીને રડવા માંડે તે એ સમરાંગણમાં ઓજસ દીઠાં આત્મબળનાં

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318