________________
મુખવસ્ત્રિકા, ચલપટ્ટો વગેરે જ્યારે ઔપગ્રાહિક ઉપધિ એ છે કે કઈ વાર પાસે હોય અને કઈ વાર ન પણ હોય. જેમ કે દંડ, લાકડાની પાટ, બાજોઠ વગેરે. સાધુ-સાધ્વી માટે આ બંને પ્રકારની ઉપધિને મમવરહિત ત્યાગ કરે તે ઉપધિ-વ્યુત્સર્ગ છે.
ગૃહસ્થને માટે ઉપધિ છે ઘરસંસાર ચલાવવામાં ઉપયોગમાં આવનારી બધી ચીજવસ્તુઓ. મકાન, દુકાન, જમીન-જાયદાદ, ધન, સોનાચાંદી, પાળેલા પ્રાણીઓ આદિ બધી બાબતે ઉપધિમાં સમાવેશ પામે છે. વખત આવે પોતાના સિદ્ધાંત કે ધર્મની રક્ષા માટે અથવા તે બીજી વ્યક્તિ પર આવતાં સંકટને દૂર કરવા માટે આ બધાંને છોડવાની જરૂર પડે તો મમત્વબુદ્ધિરહિત થઈને એને ત્યાગ કરે તે ઉપધિવ્યુત્સગ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા વખતે ઘણાં જેન ભાઈબહેનને પાકિસ્તાનમાં પોતાની જમીન, સંપત્તિ, મકાન, દુકાન વગેરે છેડીને આવવું પડ્યું હતું. જો એ સમયે એ વસ્તુઓમાં મમત્વબુદ્ધિ રહી હશે તે એ ઉપધિ-વ્યુત્સર્ગ ગણાય નહીં. મમત્વને ત્યાગ કરવો અથવા તે મમત્વને સિરાવીને(બુત્સર્ગ કરીને) જ સાચો વ્યુત્સર્ગ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ અને મિથ્યાત્વ આદિ અંતરંગ ઉપધિ છે તેને પણ ત્યાગ કરવો જોઈએ. ૪. ભક્તપાન-બુત્સર્ગ
દેશ, સમાજ અને ધર્મ પર સંકટ આવ્યું હોય, કોઈ વ્યક્તિ પર ઉપસર્ગ આવ્યું હોય અથવા તે કોઈ અનિષ્ટ, રોગ, ઉપદ્રવ, લેગ કે અધર્મનું નિવારણ કરવા માટે અથવા તે અન્યાય કે અત્યાચાર કરનારને પોતાની ભૂલશુદ્ધિ કરવા બાધ્ય કરવા માટે અહિંસક પ્રતિકારના રૂપમાં અથવા તે સંલ્લેખન-સંથારો(અનશન) કરવા માટે આહારપાણી છોડવાં પડે તે હર્ષભેર મમત્વબુદ્ધિરહિત થઈને છોડવાં તેને ભક્ત પાન-બુત્સર્ગ (આહાર પાણી છોડવાં) કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં છ કારણથી આહાર લેવા અને છ કારણથી આહાર તજવાનું વિધાન છે. રાજગૃહી નગરીના સુદર્શન શ્રમણોપાસકે જોયું કે અર્જુન માળીને
295. આ વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ