________________
પંદર વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ
આભ્યન્તર તપને છઠ્ઠો ભેદ છે વ્યુત્સર્ગ. આ વ્યુત્સર્ગ–તપ એક અત્યંત કઠિન તપ છે. માતા પિતાના પુત્રોને માટે ભૂખ, તરસ કે ઠંડી ગરમી સહન કરે છે, પરંતુ એની પાછળ તે એનું વાત્સલ્ય રહેલું હોય છે. આને તપની કટિમાં મૂકી શકાય નહીં. એક વેપારી ધનપ્રાપ્તિ માટે કેટલીયે રાત્રિના ઉજાગરા વેઠે, એક રાજા પોતાના રાજ્યવિસ્તાર માટે પ્રાણની આહુતિ આપે અથવા તે કોઈ કામી પુરુષ પોતાની પ્રેમિકાની પાછળ પાગલ થઈને પતંગિયાની માફક કામવાસનાની આગમાં પિતાના પ્રાણનું બલિદાન આપી દે, આ બધાંને તપ કહેવાય નહીં, કારણ કે એની પાછળ રાગ, આસક્તિ કે મેહ રહેલાં હોય છે. મેહાંધ બનેલે માનવી પિતાનું શરીર, સંપત્તિ, જમીનજાયદાદ, પિતાના સગાંવહાલાં, પુત્ર અને પત્નીને
286 ઓજસ દીઠાં આત્મબળનાં