________________
ચાર અનુપ્રેક્ષા ચિથું આલંબન છે અનુપ્રેક્ષા. ધર્મધ્યાનમાં એકાગ્ર થવા માટે ધ્યેય અને ધર્મને અનુરૂ૫ આત્માના ઊંડાણમાં ડૂબકી લગાવવી તે અનુપ્રેક્ષા કહેવાય. આવી અનુપ્રેક્ષા દ્વારા સિદ્ધાંતના સાગરમાં વારંવાર ડૂબવાથી અનુભવરત્ન સાંપડે છે અને જ્ઞાનનાં મેતી પ્રાપ્ત થાય છે. આથી ધર્મધ્યાનના આલંબનને માટે ચાર અનુપ્રેક્ષાઓ દર્શાવવામાં આવી છે: (૧) એકવાનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા. આ ચાર અનુપ્રેક્ષાઓને લીધે વ્યક્તિ આત– રૌદ્રધ્યાનમાં જ અટકે છે અને ધર્મધ્યાનના પંથે આગળ પ્રયાણ કરે છે. ચારેય અનુપ્રેક્ષાઓનું કમશઃ ચિંતન આ પ્રમાણે છે: ૧, એકત્યાનુપ્રેક્ષા
આ જગતમાં હું એકલો આવ્યો છું અને એટલે જ જવાને છું. મારા આત્મા સિવાય મારું બીજું કઈ નથી અને હું પણ બીજા કેઈને નથી. સામાન્ય રીતે તે “હું” અને “મારું”ને વિચાર કરીને મનુષ્ય દુઃખી થતા હોય છે. કઈ પણ વસ્તુમાં એનું મમત્વ થાય એટલે એના સંગ-વિયેગથી દુઃખી રહે છે અથવા તો એ વસ્તુઓ એની પાસે હોય નહિ તે તે મેળવવા માટે એ હિંસા, ચેરી, દગ, અસત્ય અને અનીતિમય સાધનેને આશરે લેવાનું વિચારે છે.
આમ, ધર્મધ્યાનમાં પ્રગતિ સાધવા માટે કરેલે પ્રયાસ આ અનુપ્રેક્ષાના અભાવમાં આર્ત-રૌદ્રધ્યાન જ વધારે છે. આમાં ધર્મધ્યાની પિતાના મનમાં એવી ગાંઠ લગાવે છે કે આ શરીર પણ તારું પોતાનું નથી, તે પછી મકાન, દુકાન, ધન, સગાંસંબંધી કે સંપ્રદાયના અનુયાયી વગેરે કઈ પણ પિતાનાં નથી. કેવળ એક આત્મા જ પિતાનો છે તે એ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ જવા માટે એ ધર્મધ્યાનમાં સ્થિર થશે. ધર્માચરણમાં દઢ રહેવાની ભાવના ભાવશે.
આત્મૌપજ્યને ભાવ એકત્વ-અનુપ્રેક્ષાનું બીજું પાસું એ છે કે ધ્યેય સુધી પહોંચવા
સેક્સ દીઠ આત્મબળનાં
274