________________
સંપર્ક અને વાતાવરણથી બચવાની વિશેષ જરૂર છે. વળી, ધર્મધ્યાન અને શુકલધ્યાનનાં વાતાવરણ અને સંગતિ પ્રાપ્ત કરવાની એથીય વિશેષ જરૂર રહે છે. ધર્મ ધ્યાન અથવા શુકલધ્યાનના વાતાવરણને પ્રાપ્ત કરવા માટે કેટલાક એવા આધાર જોઈએ કે જેનાથી એના પર દઢતાથી ટકી શકાય. આના અભાવમાં આત-રૌદ્ર ધ્યાનનું અશુભ વાતાવરણ કે સંસર્ગ એને આકષી જશે અને ખૂબ ઝડપથી માનવી એ પ્રવાહમાં વહેવા માંડશે. વિશ્વમાં એટલાં બધાં ભય અને પ્રલોભન છે કે આધ્યાત્મિક યાત્રીને માટે પપદે સાવધાની રાખવી આવશ્યક બની જાય છે.
ચાર પ્રકાર ધર્મધ્યાનમાં દઢતાથી અડગ રહેવું, સતત પોતાની સાધનામાં તલીન રહેવું અને આત્મભાન ચૂકવું નહીં એ બાબતે ઘણી જ આવશ્યક છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે,
“ તુ હીવતર-નૈરત સાવિતો દઢમૂમિઃ ” “લાંબા સમય સુધી નિરંતર આદર(શ્રદ્ધા)પૂર્વક એનું સેવન કરવાથી જ ચિત્તવૃત્તિના નિરધરૂપ ગની ભૂમિકા દઢ બનશે.”
શુભ ધ્યાનસાધના માટે પણ આ જ વાત છે. લાંબા સમય સુધી સતત પ્રગાઢ શ્રદ્ધા અને આદર સાથે આ ધ્યાનમાં લીન રહેવાથી જ એ દઢ બને છે અને ધર્મધ્યાનમાં દઢતા અથવા પરિપકવતા આવ્યા પછી જ સાધક શકલધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. શુકલધ્યાનના શિખર પર ચડવા માટે પહેલાં ધર્મધ્યાનનાં પાન પર ચડવું અનિવાર્ય છે. હવે ધર્મધ્યાનની સાધના માટેનાં ચાર સોપાન જોઈએ. ૧, આજ્ઞા-વિચય
વિચય એટલે તરંગો. ધ્યાનમાં મનના તરંગો જ વહેતા હોય છે અને મનના તરંગ અનુસાર જ આત્માની ગતિ-મતિ થતી હોય છે. તેથી ધર્મધ્યાનમાં મનના તરંગે ચાર મુખ્ય તરંગમાં પ્રવાહિત થાય છે. એમાં સર્વપ્રથમ આજ્ઞા–વિચય છે.
પ્રતિક્ષણ વીતરાગ પ્રભુ દ્વારા પ્રતિપાદિત શુદ્ધ વ્યાપક સદ્ધર્મ(અહિંસા, સત્ય આદિ)ની આજ્ઞાઓનું ચિંતન કરવું તે આજ્ઞા-વિચય
261 ધ્યાન–સાધના