________________
વાણું કે પુનિત આજ્ઞા પર શંકા લાવવી અનુચિત છે. તેઓ સર્વથા સત્ય હતા તેમાં કોઈ સંદેહ નથી. આમ વીતરાગ પ્રતિપાદિત આજ્ઞાઓ, સિદ્ધાંત અને તનું ઊંડાણથી દઢ નિષ્ઠા અને પરમ શ્રદ્ધા સાથે ચિંતન-મનન કરવું જોઈએ. તેમજ ગૂઢ તત્ત્વની બાબતમાં પણ કઈ પણ પ્રકારને સંદેહ રાખ્યા વિના એમને દઢ રીતે સત્ય સમજવા જોઈએ. એમની આજ્ઞાઓને વિચાર કરે, એ આજ્ઞાઓમાં ચિત્તને એકાગ્ર કરવું તેમજ પોતાની પ્રત્યેક વૃત્તિ-પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવું કે મારી આ વૃત્તિ કે પ્રવૃત્તિ વીતરાગની આજ્ઞાને અનુકૂળ છે કે પ્રતિકૂળ. જે અનુકૂળ હોય તે એના પર દઢ રહેવું. આ આજ્ઞા-વિચયને વિષય છે અને આ આજ્ઞા-વિચય ધર્મધ્યાન કહેવાય છે. ૨. અપાય-વિચય
'उपायौं चिन्तयन् प्राज्ञ अपायमपि चिन्तयेत्' (પ્રાજ્ઞ વ્યક્તિ ઉપાય વિચારવાની સાથેસાથ અપાયને પણ વિચાર કરે.) આ ઉક્તિ પ્રમાણે જેમ વ્યક્તિ ધર્મ આદિ ઉપાયે વિચારે છે તે જ રીતે વ્યક્તિએ પોતાના આત્માને માટે કણ કણ અપાય અર્થાત્ હાનિકારક છે, તેનું પણ ચિંતન કરવું જોઈએ. રાગ, દ્વેષ, કષાય, વિષયમાં આસક્તિ, પ્રમાદ, મિથ્યાત્વ, આમાં અવિરતિ, મન, વચન, કાયાના અશુભ વ્યાપાર આદિ આત્માને માટે અપાય (હાનિકારક બાબત) છે. આ અપાયેના સેવનથી જોને આલેકમાં અને પરલોકમાં કેવાં કેવાં દુષ્પરિણામ ભોગવવા પડે છે?
આ અપાયેના ફલસ્વરૂપ ક્યાં કયાં કર્મ કેવી રીતે બંધાય છે અને એ રેગ, કષ્ટ, વૃદ્ધાવસ્થા, દુઃખ, ચિંતા આદિ રૂપે કયા કયા પ્રકારે પિતાને પ્રભાવ પાડે છે? તેમ જ કેવી કેવી નિઓમાં એ કર્મના પ્રભાવે ભટકવું પડે છે અને એ ગતિઓમાં કેવાં કેવાં દુ:ખ સહન કરવાં પડે છે? આ અપાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કેવી કેવી હાનિ થાય છે? આ બધા વિશે ઊંડાણથી ચિંતન કરવું તે અપાય-વિચય ધર્મધ્યાનનો વિષય છે.
264 ઓજસ દીઠાં આત્મબળનાં