________________
ચાલતાં ચાલતાં રાત પડી ગઈ, ઘનઘોર અંધારું થઈ ગયું. સહુ કેઈ નિદ્રાદેવીની ગેદમાં સૂતાં હતાં ત્યારે નારદે મરઘીની ડેક મરડવાનો વિચાર કર્યો, પણ એણે જોયું કે આકાશમાં ચંદ્ર અને અસંખ્ય તારાઓ આ જોઈ રહ્યા છે તેથી અટકી ગયો. પછી એ ગુફામાં ગયે અને વિચાર્યું કે અહીં તે એકાંત છે. અહીં કે પશુ-પક્ષી નથી. ચંદ્ર, તારા, વૃક્ષ કે માનવ નથી. એ ગુફામાં મરઘીની ડોક મરડવાને વિચાર કરતા હતા ત્યાં જ થંભી ગયે. ગુરુજીએ કહ્યું હતું કે જ્યાં કેઈ જેતું ન હોય ત્યાં મરઘીને ખતમ કરવી. પણ અહીં હું તે મરઘીને જોઈ રહ્યો છું. આથી એ ગુફાની અંદર ગયે ત્યાં ગાઢ અંધકાર હતો. એ મરઘીને જોઈ શકતે નહોતો. ખુદ પોતાનાં બીજા અંગેને જોઈ શકો નહોતે.
નારદનો એક નિયમ હતો કે કઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં “પંચપરમેષ્ઠિ મંત્રનું ઉચ્ચારણ કરવું. આ કાર્ય કરતાં પહેલાં જેવું એણે “નમો અરિહંતાણુંનું ઉચ્ચારણ કર્યું ત્યાં જ એને વિચાર આવ્યું, અરે, મેં હમણાં જ જિન અરિહંત દેવનું સ્મરણ કર્યું. તેઓ તે કેવળજ્ઞાની અને સર્વ-સર્વદશી હોવાને કારણે અહીં પણ જેતા હશે. ગમે તેટલા અંધારામાં પણ કશું કરવામાં આવે તેય એમનાથી કશું છૂપું રહેતું નથી. જ્યારે ગુરુદેવની તે આજ્ઞા હતી કે એકાંતમાં જ્યાં કેઈ ન જુએ ત્યાં આ મરઘીને મારી નાખજે. વીતરાગ દેવ તે અહીં પણ જોઈ રહ્યા છે. આથી હું આને અહીં મારી શકીશ નહિ. અરે ! અહીં તે શું પણ પાતાળમાં જાઉં તે પણ આને ખતમ નહીં કરી શકું.”
નારદને માટે દ્વિધા સજાઈ કે કરવું શું? ગુરુઆજ્ઞાનું પાલન કરવું કઈ રીતે? આવી વિમાસણમાં વિચારતાં-વિચારતાં રાત પસાર થઈ ગઈ. સુંદર સવાર ઊગી અને એકાએક નારદના ચિત્તમાં એક વિચાર વીજળીની માફક ચમકી ગયે, “શું ગુરુની આજ્ઞા જિનઆજ્ઞાથી વિપરીત હોઈ શકે ખરી ? ના, કદી નહીં. ગુરુજીએ અમારા આજ્ઞા
269 ધ્યાન–સાધના