________________
૩. વિપાક-વિચય
વિપાકનો અર્થ છે ફળ. કર્મનાં શુભ-અશુભ ફળોનું ઊંડાણથી ચિંતન કરવું તે વિપાક-વિચય છે. આમ તે આત્મા સ્વયં પિતે જ શુદ્ધબુદ્ધ છે, જ્ઞાન, દર્શન અને સુખ આદિથી યુક્ત છે, પરંતુ અજ્ઞાન, મોહ, મમતા, સ્વાર્થ, રાગદ્વેષ, કષાય વગેરેને કારણે થતાં કર્મોને લીધે ચાર ગતિ અને ચોર્યાશી લાખ યોનિઓમાં એ દડાની માફક અહીં તહીં ભટકે છે. સંપત્તિ-વિપત્તિ, સંગ-વિયેગ વગેરેથી થતાં સુખદુઃખ જીવનાં પિતાનાં પૂર્વોપાર્જિત કર્મો(શુભ અને અશુભ)નું જ ફળ છે. આત્મા પોતે પિતાના દ્વારા કરાયેલાં કર્મોનાં શુભ કે અશુભ ફળ પામે છે. સુખ કે દુઃખ પિતાનાં જ કૃત કર્મોનું ફળ છે.
પોતાનાં કર્મો સિવાય બીજુ કેણ કોને સુખ કે દુઃખ આપી શકે છે કે લઈ શકે છે? કમના કેટલા પ્રકાર છે અને એ કર્મ કઈ કઈ રીતે બંધાય છે? એમાં કેની સ્થિતિ કેવી છે? એ આત્મા પર કઈ રીતે અને કે પ્રભાવ પાડે છે? આ કર્મો કયારે ઉદયમાં (ફળ ભેગવવા માટે) આવે છે? એમને અટકાવવા, ઓછાં કરવા કે એમને દૂર કરવાના ઉપાયો ક્યા ક્યા છે? કયાં કયાં સંચિત કર્મ સત્તા(સ્ટોક)માં પડ્યાં રહે છે? આ કર્મોને ઝડપથી ભોગવવાં હોય તે એના કયા ઉપાય(ઉદીરણા) છે ? ગાઢ કર્મબંધ કઈ રીતે શિથિલ થઈ શકે ? અશુભ કર્મનિ ઉદય શુભમાં કઈ રીતે પરિણત કરી શકાય? કયા કાર્યનું અમુક ફળ છે અને કયાનું બીજુ ફળ છે? આ રીતે ઊંડાણથી કર્મવિપાક પર ચિંતન-મનન કરવું તે વિપાક-વિચય ધર્મધ્યાનને
વિષય છે.
૪લેક-વિચય
લેકના સ્વરૂપનું ચિંતન કરવું એ લેક-વિચય છે. આ લેક કયાં કયાં તને બને છે? આ લોક કોણે બનાવ્યું છે કે અનાદિ -અનંત કાળથી પ્રવાહરૂપે ચાલ્યા આવે છે? લેકનાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્ય એકબીજા પર કેવો પ્રભાવ પાડે છે? એમના પર્યાય કેટલા છે? જીવ અને અજીવ એવાં બે લોકગત મુખ્ય તત્ત્વનું સ્વરૂપ
- 265 -
ધ્યાન-સાધના